પૃથ્વી ઉપર પાણીનો કુલ જથ્થો એક અબજ ૩૫ કરોડ ધન કિલોમીટર જેટલો છે. તેનો માત્ર ૨.૬૦ ટકા ભાગ જ સ્વચ્છ પાણીનો છે. બાકીનો ૯૭.૪૦ ટકા જથ્થો દરિયાના ખારા પાણીના રૂપમાં છે. સ્વચ્છ પાણી કે ૨.૬૦ ટકા છે. તેનો કુલ જથ્થો ૩ કરોડ ૬૦ લાખ ધન કિલોમીટર છે. જેમાંનું ૦.૬૦ ટકા પાણી જ નદીઓ, તળાવો, સરોવરો, કુવાના રૂપમાં ઉપલબ્ધ છે. બાકીનું બધું જ પાણી ઉત્તર અને દક્ષિણ ધ્રુવો ઉપર કેટલાય કિલોમીટર લાંબા પર્વતો અને હિમનદીઓના સ્વરૂપે સચવાયેલું છે.
માનવ સંસ્કૃતિનો ઈતિહાસ દર્શાવે છે કે જ્યારે કોઈ વસ્તુનો અભાવ વર્તાવા માંડે છે ત્યારે તે અણમોલ બની જાય છે. પછી એ અણમોલ વસ્તુની પ્રાપ્તિ માટે યુદ્ધ શરૂ થઈ જાય છે. વીસમી સદીની વિદાયવેળાએ વિશ્વ બેંક દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા એક અહેવાલમાં એવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે કે, ૨૧ મી સદીમાં જે નાના મોટા યુદ્ધો અથવા મહાયુદ્ધો થશે એ પાણી માટે ખેલાશે. આ અહેવાલમાં આવેલી માહિતી અનુસાર ૨૧મી સદીના આરંભે પણ વિશ્વની ૪૦ ટકા વસ્તિને પીવાનું પાણી મેળવવા ફાંફા મારવા પડે છે. વિશ્વના ૮૦ દેશો એવા છે કે, જ્યાં પાણીની નળની સુવિધા છે.
પણ ત્યાં મનુષ્ય જીવન સ્વસ્થ રહી શકે તેટલું પૂરતું પાણી મળતું નથી. વિશ્વ બેંકના આ અહેવાલમાં એવી પણ ભલામણ કરવામાં આવી છે પછાત, વિકસિત કે વિકાસશીલ દેશ હોય તેણે પોતાનો પાણીનો જથ્થો જાળવી રાખવા માટે વહેલી તકે પાણી રેશનિંગની વ્યવસ્થા શરૂ કરવી જોઈએ. કેમ કે ૨૧ મી સદીનો આરંભ જ જળસંકટ સાથે થશે. આંકડાઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે, દરેક ૨૧ મા વરસે પાણીની જરૂરિયાત બમણી થઈ જાય છે.
કુદરતના કેટલાક અદ્ભૂત સર્જનોમાં પાણી એક અદભૂત સર્જન છે. આપણા શરીરનો મોટો ભાગ પાણીનો બનેલો છે. પાણી જેમ આપણા શરીરને વધુ પડતું ગરમ થતું અટકાવે છે તેવી જ રીતે પાણી પૃથ્વીને વધુ પડતી ઠંડી થતી અટકાવે છે. મનુષ્યના મગજમાં ૭૪.૫ ટકા, હાડકામાં ૨૨ ટકા, કિડનીમાં ૮૨.૭ ટકા, સ્નાયુમાં ૭૫ ટકા, લોહીમાં ૮૩ ટકા પાણીનો ભાગ હોય છે. પાણી સિવાય જીવન શક્ય નથી. બીજી રીતે જોઈએ તો દરેક ક્ષેત્રે અને સમયે પાણીની ઉપયોગીતા અને અનિવાર્યતા છે.
ખેતીમાં સિંચાઈ ક્ષેત્રે ૭૩ ટકા પાણીનો ઉપયોગ થાય છે. ઉદ્યોગમાં પણ પાણી અનિવાર્ય છે. ૧ લિટર પેટ્રોલ ઉત્પન્ન કરવામાં ૧૦ લિટર પાણી જોઈએ. ૧ કિલો કાગળ ઉત્પન્ન કરવા માટે ૧૦૦ લિટર પાણી જોઈએ. ૧ કિલો ચોખા પકવવામાં ૪૫૦૦ લિટર પાણી જરૂરી છે. એક ટન લોખંડ ઉત્પન્ન કરવામાં ૨૦,૦૦૦ લિટર પાણી જોઈએ. આમ દરેક વસ્તુઓ ઉત્પન્ન કરવા માટે પાણીએ પ્રાથમિક અને અનિવાર્ય પ્રવાહી છે.
આપણે પાણી પ્રશ્ને જાગૃત થવું કેટલું જરૂરી છે તે ૧૯૯૦ થી ૨૦૦૫ ના ગાળામાં પાણી વપરાશ અને પાણીની પ્રાપ્યતા વચ્ચે અંતર સતત વધતુ જશે એ પાણી અંગે અને દુનિયામાં કેવી કપરી સ્થિતિ સર્જાશે. પાણીનો વપરાશ વિભાગવાર કેટલો વિશ્વ સ્તરે. ૧. ખેતીમાં ૬૯ ટકા પાણી વપરાય છે. ૨. ઉદ્યોગમાં ૨૩ ટકા પાણી વપરાય છે. ૩. ઘરવપરાશ પીવામાં ૮ ટકા પાણી વપરાય છે. કુલ ૧૦૦ ટકા.
અને પરિણામે જળસ્ત્રોતો પર દબાણ વધતુ જાય છે ૧૯૯૭ની વિશ્વની કુલ વસ્તી ૫૮૪૦ મિલીયન હતી તે ૨૦૨૫ સુધીમાં ૨૧૯૬ મીલીયન વધારો થઈને ૮૦૩૬ મિલીયન થઈ જશે.દિલ્હી, મુંબઈ વગેરે મોટા શહેરોના લોકોના પાણી વપરાશનો રેશિયો છે. ગ્રામ્ય વિસ્તારમાં તો પાણીની પ્રાપ્તિનો જ મોટો પ્રશ્ન છે. દુનિયાના વિવિધ ખંડોમાં વધતી જતી વસ્તીનો દર ૧૯૯૦માં વિશ્વનો માથાદીઠ વાર્ષિક જળ જથ્થો ૯૨૫૫ ઘ. મી. હતો તે ૨૦૨૫ સુધીમાં ઘટીને ૫૮૯૬ ધ.મી. થઈ જશે.
આ આંકડાનો વિશ્વની એવરેજ છે. પણ પાણી અછતવાળા દેશોની સ્થિતિ તો પાણી પ્રાપ્યતા બાબતે ખૂબ જ વિકટ થઈ જશે. વસ્તી વધારાનો દર વધુ છે. પાણીની પ્રાપ્યતા ઝડપી રીતે ઓછી થતી જવાથી આજે પણ ભારતમાં ૪.૫૦ કરોડ લોકો પ્રદૂષિત પાણીના કારણે વિવિધ બિમારીઓના ભોગ બનેલા છે.
આજે અન્નની જરૂરિયાત છે તેમાં ૨૦૨૫ સુધીમાં ૩૮ ટકા વધુ અન્ન ઉત્પાદન ઘટતી જતી ખેડવણ જમીનમાંથી જ કરવું પડશે. ખેડવાલાયક જમીનની સ્થિતિ વિકાસશીલ દેશોમાં કેવી છે તે જોઈએ.
વિકાસશીલ દેશોમાં ખેત ઉત્પાદન માટે ૫૫ ટકા જેવી જમીન સારી છે. ૨૩ ટકા જેટલી જમીન ખેત ઉત્પાદન માટે મધ્યમ પ્રકારની છે. અને ૨૨ ટકા જમીન ખેતી માટે તદન નબળી છે. આ સ્થિતિને પણ ધ્યાને લઈ ભવિષ્યની અન્નની જરૂરિયાતને પહોંચી વળવા વિચારવા આયોજન કરવું જરૂરી છે. પૃથ્વીનું તાપમાન વધતું જવાના કારણે ભારતમાં ચોખા, ઘઉં જેવા પાકોના ઉત્પાદનમાં ૨૦૫૦ સુધીમાં ૫ થી ૩૦ ટકા ઘટાડો થવાની શક્યતા છે.
ભારતમાં બધા પ્રયત્નો પછી પણ માંડ વાર્ષિક ૧.૭ ટકાના દરે અન્ન ઉત્પાદન વધારી શક્યા છીએ. પણ વસ્તી વધારાની ગતિ વર્ષ ૧.૯ ટકાના દરે વધે છે. ભારત દેશમાં ૨૦૨૫ સુધીમાં તો હેકટર દીઠ ૮ ટન ઉત્પન્ન કરવાની જરૂરિયાત ઊભી થશે. ત્યારે આપણી દશા કેવી થશે.
પૃથ્વીના વધતા જતા તાપમાનને કારણે બરફ ઓગળીને દરિયાની સપાટી સતત વધી જશે પરિણામે ૨૦૫૦ સુધીમાં ભારતની દરિયાકાંઠાની ૩૬૦૦૦ ચોરસ કિલોમીટર જમીન દરિયાના ખારા પાણી નકામી બનાવી દેશે. આ બધી બાબતો ૨૧મી સદીના ભારતના લોકોને જાગૃત બનવા સૂચવે છે.
ગુજરાત રાજ્યની જમીન પરની વાર્ષિક જળસંપત્તિ ૨૦૮૬૪ મી. ઘ.મી. અને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી નદીઓ દ્વારા મળતી જળસંપત્તિ ૧૮૦૪૭ મી. ધ.મી. મળી કુલ જમીન પરની વાર્ષિક જળ સંપત્તિ ૩૮૫૩૩ મી. ધ. મી. અને વપરાશ પાત્ર ભૂગર્ભ જળસંપત્તિ ૧૧૨૦૦ મી. ધ.મી. મળી કુલ વાર્ષિક જળ સંપત્તિ ૪૯૭૩૩ મી ઘ.મી.ની છે. પ્રવેશવાર જોઈએ તો તળ ગુજરાતનો વિસ્તાર ૪૪ ટકા જળ સંપત્તિ વાર્ષિક ૩૯૯૨૧,૦૫ મી. ધ.મી. સૌરાષ્ટ્ર વિસ્તાર ૩૩ ટકા વાર્ષિક જળ સંપતિ ૮૫૯૩,૨૯ મી. ધ.મી., કચ્છ વિસ્તાર ૨૩ ટકા કુલ વાર્ષિક જળ સંપત્તિ ૧૨૧૮,૬૬ મી. ધ.મી. ની છે.
ક્રમ | પાણી ક્યાં ક્યાં છે તેની વિગત વિભાગવાર | પાણીનો જથ્થો ઘ.કિ.મી. | મીઠા પાણીના કુલ જથ્થાના ટકા |
૧ | ઉત્તર દક્ષિણ ધ્રુવ પર બરફના રૂપમાં | ૩,૦૨,૩૬,૩૪૮ | ૭૬,૭૪૨ |
૨ | ૮૦૦ મીટર ઉંડાઈ સુધીમાંનુ ભૂગર્ભર્જળ | ૦,૩૯,૦૦,૨૦૬ | ૯,૮૯૯ |
૩ | ૮૦૦ થી ૪૦૦૦ મીટર ઉંડાઈ સુધીમાંનું ભૂગર્ભજળ | ૦,૫૦,૩૯,૩૬૦ | ૧૨,૭૯૦ |
૪ | જમીન પરના કુદરતી અને કુત્રિમજળ સંગ્રહ સ્થાનોમાંનું પાણી | ૦,૦૧,૩૨,૩૮૪ | ૦૦,૩૩૬ |
૫ | ભૂમિ પરની માટી, વૃક્ષ, વનસ્પતિઓ અને પ્રાણી શરીર વગેરેમાંનું પાણી | ૦,૦૦,૭૪,૦૭૨ | ૦૦,૧૮૮ |
૬ | વાયુમાં ભોજન રૂપમાં રહેલ જળ જથ્થો | ૦,૦૦,૧૪,૯૭૨ | ૦૦,૦૩૮ |
૭ | પૃથ્વી પરની નદીઓમાં રહેલ જળ જથ્થો | ૦,૦૦,૦૧,૧૮૨ | ૦૦,૦૦૪ |
અન્યત્ર | ૦,૦૦,૦૧,૧૮૨ | ૦૦,૦૦૩ | |
કુલ | ૩,૯૪,૦૦,૦૦૦ | ૧૦૦,૦૦ ટકા |
ખંડનું નામ | વસ્તી મિલીયનમાં | વસ્તીવધારાનો વાર્ષિક દર | માથાદીઠ વાર્ષિક પાણી પુરવઠો ઘ.મી.માં | ||
૧૯૯૭ | ૨૦૨૫ | ૧૯૯૦ | ૨૦૨૫ | ||
એશિયા | ૩૫૫૨ | ૪૯૧૪ | ૧.૬ | ૪૩૬૭ | ૩૦૩૧ |
ઓકેનિયા | ૨૯ | ૩૯ | ૧.૧ | ૩૬૨૪૯ | ૨૫૯૬૦ |
યુરોપ | ૭૨૯ | ૭૦૬ | ૦.૧ | ૮૬૯૯ | ૭૯૧૮ |
આફ્રિકા | ૭૪૩ | ૧૩૧૩ | ૨.૬ | ૫૫૩૨ | ૨૩૮૬ |
નોર્થ અમેરિકા | ૨૯૮ | ૩૭૨ | ૦.૬ | ૧૯૪૬૪ | ૧૪૨૧૧ |
લેટિન અમેરિકા | ૪૯૦ | ૬૯૧ | ૧.૮ | ૨૯૮૧૮ | ૧૮૩૫૯ |
અને કરેલિયન સમગ્ર વિશ્વની એવરેજ | ૫૮૪૦ | ૮૦૩૬ | ૧.૫ | ૯૨૫૫ | ૫૮૯૬ |
રાજ્યના ચારેય ઝોનમાં સરેરાશ વાર્ષિક વરસાદ અને વરસાદી દિવસોની પેટન્ટ પણ ભારે વિવિધતા ધરાવે છે. દક્ષિણ ગુજરાત વરસાદ ૧૪૪૮ મી.મી . વરસાદી દિવસો ૫૧ છે. ઉતર ગુજરાત વરસાદ ૮૦૫ મી.મી. વરસાદી દિવસો ૩૧ છે. સૌરાષ્ટ્ર વરસાદ ૫૯૪ મી.મી. વરસાદી દિવસો ૨૭ છે. અને કચ્છમાં વરસાદ ૩૩૦ મી.મી. વરસાદી દિવસો ૧૫ છે.
સરકારી આંકડા મુજબ ૨૦૧૦ ગુજરાતની પાણીની જરૂરિયાત અને પાણીની પ્રાપ્યતા કેવી રહેશે કયા પ્રદેશને પાણીની કેટલી ખાધ રહેશે વગેરે વિગતો પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છની પાણીની વાર્ષિક જરૂરિયાત ૧૩૧૦૦ મી. ઘ.મી. ની સામે પાણી મળશે. ૧૦૪૦૦ મી. ઘ.મી. અને ૭૦૦૦ મી. ઘ.મી. (૬૭.૩૧ ટકા) ની પાણીની વાર્ષિક ખાધ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતની પાણીની વાર્ષિક જરૂરિયાત ૧૪૩૯૦ મી. ઘ.મીન. ની સામે તેને પાણી મળશે ૨૪૭૫૦ મી. ઘ.મી. એટલે કે દક્ષિણ ગુજરાત પાસે કુલ ૧૦૩૬૦ મી. ધ.મી. જળ જથ્થો સરપ્લસ રહેશે. આ હિસાબે રાજ્યની કુલ ૪૪૮૯૦ મી. ઘ.મી. ની જરૂરિયાત સામે કુલ પાણીની વાર્ષિક પ્રાપ્યતા પણ ૪૪૮૯૦ મી. ધ.મી. ની રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વાર્ષિક ૧૦૩૬૦ મી. ઘ.મી. પાણી સરપ્લસ રહેશે.
૨૦૨૫ માં પાણી પ્રશ્ન વધુ વિકટ બનશે. ૨૦૨૫માં પાણીની જરૂપિયાત અને પ્રાપ્યતાના અંદાજો મુજબ ૨૦૨૫માં સૌરાષ્ટ્ર- કચ્છની પાણીની વાર્ષિક જરૂરિયાત ૧૪૪૪૦ મી. ધ.મી. સામે પાણીની પ્રાપ્યતા ૧૦૧૭૧ મી. ધ.મી. હશે. એટલે કે ૪૨૬૯ મી. ધ.મી. (૪૧.૯૭%) પાણીની વાર્ષિક ખાધ રહેશે. એ જ રીતે ઉત્તર ગુજરાતની પાણીની વાર્ષિક જરૂરિયાત ૧૮૩૬૦ મી. ઘ.મી.ની સામે પાણીની વાર્ષિક પ્રાપ્યતા ૧૦૨૧૨ મી. ધ.મી.ની હશે. અને ૮૪૧૮ મી. ઘ.મી. (૮૨.૪૩%) પાણીની વાર્ષિક ખાધ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતની પાણીની વાર્ષિક જરૂરિયાત ૧૫૫૦૦મી ઘ.મી.ની સામે વાર્ષિક પાણીની પ્રાપ્યતા ૨૮૧૮૭મી ઘ.મી. રહેશે. આ હિસાબે દક્ષિણ ગુજરાત પાસે પાણીનો વાર્ષિક વધારો ૧૨૬૮૭ મી. ઘ.મી.નો રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતની વાર્ષિક ખાદ્ય પણ ૧૨૬૮૭મી. ઘ.મી. ની જ છે.
૧૯૧૧૧ માંથી ૪૬૫૯ ગામોના પાણી ખરાબ છે. પાણીની અછતનાં કારણે આરોગ્યને હાનિકારક, ન પીવાલાયક પાણી પણ રાજ્યનાં સેંકડો ગામોમાં લોકોએ પીવું પડે છે. ફ્લોરાઈડ, નાઈટ્રેટ, સેલિનિટીની અસરવાળા પાણી મળે છે. તેવા ગામોની સંખ્યા પણ મોટી છે. જિલ્લાના કુલ ગામો અને ખરાબ પાણીવાળા ગામો આ પ્રમાણે છે. અમદાવાદ-૭૮૬ (૨૯૯), જુનાગઢ-૧૦૭૧ (૧૩૯), રાજકોટ-૮૫૪ (૭૫), સુરેન્દ્રનગર-૬૫૨ (૧૧૧), અમરેલી૬૨૩ (૧૫૮), ભાવનગર-૯૧૯ (૨૪૭), જામનગર-૬૯૩ (૯૫), ગાંધીનગર-૯૬ (૩૨), સાબરકાંઠા-૧૮૪૭ (૫૩૨), બનાસકાંઠા-૧૫૫૬ (૧૭૩), કચ્ચ-૯૯૭ (૧૪૩), મહેસાણા-૧૬૪૬ (૬૫૮), બરોડા-૧૬૫૧ (૪૦૮), ખેડા-૯૭૩ (૪૫૫), ભરૂચ-૧૧૨૩ (૧૮૩), સુરત-૧૧૯૦ (૯૫), પંચમહાલ-૧૮૯૫ (૫૦૬), વલસાડ-૮૨૬ (૬૨), ડાંગ-૩૧૧
રાજ્યના કુલ ૧૯૧૧૧ ગામોમાંથી ફલોરાઈડ અસરવાળા ૨૮૨૬૦ ગામો નાઈટ્રેટની અસરવાળા ૭૮૫ ગામો સેલિનિટીની અસરવાળા ૧૦૪૮ ગામો મળી કુલ ૪૬૫૯ ગામોના લોકોએ નાછૂટકે બિનઆરોગ્યપદ પાણી પીવું પડે છે. આ સ્થિતિ જોતાં માનવીને બચવું હશે તો પાણીને બચાવવું પડશે. પાણીને પ્રદૂષિત થતું અટકાવવું પડશે. આ માટે સરકાર અને સરકારી તંત્ર દ્વારા જેટલા પ્રયાસો થતા હોય તે થાય. પરંતુ લોકોએ દરેક નાગરિકોએ પોતાની ફરજ સમજીને પોતાનાથી થઈ શકે તેટલા પ્રયાસો કરવા અનિવાર્ય છે. સૌરાષ્ટ્ર-કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં પાણી પ્રશ્ને લોકોમાં ધીરે ધીરે સમજ કેળવાતી જાય છે. જાગૃતિ આવતી જાય છે. સૌરાષ્ટ્ર - કચ્છના સેંકડો ગામોમાં લોકો દ્વારા વરસાદી પાણી રોકવા સંગ્રહવા અને ભૂતળમાં ઊતારવા માટે જળસંચયના વ્યાપક કાર્યો થવા લાગ્યા છે. પાણી અછતવાળા અન્ય વિસ્તારોમાં પણ લોકો દ્વારા જળ સંચયના કાર્યો માટે વલણ વધતું જાય છે. જે ખૂબજ સારા ચિહનો છે.
સૌરાષ્ટ્રમાં ભૂતળનાં ઉંડા ઊતરતા પાણી
ક્રમ | તાલુકા | ચોમાસા પછી પાણીનું લેવલ (મીટર) વર્ષ : ૧૯૯૨ | ચોમાસા પહેલાં પાણીનું લેવલ (મીટર) વર્ષ : ૨૦૦૨ |
૧. | અંજાર | ૧૫.૫૨ | ૨૨.૨૯ |
૨. | ભુજ | ૨૦.૦૩ | ૩૦.૮૨ |
૩. | મુંદ્રા | ૧૦.૭૪ | ૧૮.૨૧ |
૪. | માંડવી | ૧૮.૪૩ | ૨૬.૧૫ |
૫. | નખત્રાણા | ૧૭.૬૫ | ૨૫.૦૭ |
૬. | ખંભાળિયા | ૯.૭૩ | ૧૫.૩૫ |
૭. | લાલપુર | ૭.૮૦ | ૧૫.૪૪ |
૮. | ભાણવડ | ૯.૯૩ | ૧૫.૮૭ |
૯. | જામજોધપુર | ૯.૩૧ | ૧૭.૩૬ |
૧૦. | કાલાવડ | ૯.૩૪ | ૧૬.૧૨ |
૧૧. | ધ્રોલ | ૯.૨૭ | ૧૫.૧૨ |
૧૨. | રાજકોટ | ૫.૪૮ | ૧૫.૦૮ |
૧૩. | પડઘરી | ૩.૮૩ | ૧૪.૪૦ |
૧૪. | ગોંડલ | ૩.૦૮ | ૧૬.૨૨ |
૧૫. | ઘોરાજી | ૬.૯૮ | ૧૪.૧૦ |
૧૬. | જામકંડોરણા | ૫.૫૩ | ૨૧.૧૩ |
૧૭. | ઉપલેટા | ૬.૮૯ | ૧૮.૩૦ |
૧૮. | ધ્રાંગધ્રા | ૧૧.૦૧ | ૧૯.૧૯ |
૧૯. | હળવદ | ૧૩.૬૭ | ૩૩.૭૨ |
૨૦. | મૂળી | ૯.૯૩ | ૧૮.૮૪ |
૨૧. | વઢવાણ | ૧૪.૧૨ | ૧૬.૭૩ |
૨૨. | સાયલા | ૭.૯૫ | ૧૩.૯૮ |
પાણીનું રાસાયણિક પૃથ્થકરણ વરસાદ પહેલાં અને પાણી રીચાર્જ પછી પાણીની ગુણવતા લેબોરેટરીમાં તપાસવામાં આવી હતી. તેની વિગતો આ પ્રમાણે છે. રાસાયણિક પૃથ્થકરણ અહીં આપવામાં આવ્યું છે.
તત્વો | ચોમાસા પહેલાં | ચોમાસા પછી |
ક્ષારનું પ્રમાણ | ૮.૩૫ | ૩.૬૦ |
હાણું આંક (આમ્લતા) | ૭.૪૫ | ૭.૬૪ |
કેલ્શિયમ- મેગ્નેશિયમ | ૩૯.૪૦ | ૧૭.૨૦ |
કેલ્શિયમ | ૨૮.૮૦ | ૮.૮૦ |
સોડિયમ | ૪૭.૩૦ | ૧૮.૨૦ |
કાર્બોનેટ | ૦.૦૦ | ૦.૦૦ |
બાયકાર્બોનેટ | ૩.૦૦ | ૧૧.૦૦ |
ફ્લોરાઈડ | ૭૬.૦૦ | ૨૬.૦૦ |
સલ્ફેટ | ૮.૬૦ | ૩.૯૦ |
સોડિયમ એડસોરબશન રેશિયો | ૧૦.૬૬ | ૩.૨૧ |
રસીડયુલ સોડિયમ કાર્બોનેટ | ૦.૦૦ | ૦.૦૦ |
સસ્પેન્ડેડ સોલીડ પાર્ટીકલ | ૫૪.૫૬ | ૫૧.૪૧ |
ડૉ. દિલીપભાઈ આર. મર્થક
લેખક બી.આર.એસ. કોલેજ, શારદાગ્રામ, માંગરોળના પ્રિન્સીપાલ છે.
સંકલનઃકંચન કુંભારાણા