કહેવાય છે માણસ ભોજન વગર લાંબા સમય સુધી જીવી શકે છે પરંતુ પાણી વગર બે થી ત્રણ દિવસ જીવવું મુશ્કેલ છે. આપણા શરીરમાં પણ અધિકાંશ ભાગ પાણી છે. જે જીવન માટે પાણી કેટલુ મહત્વનું છે તેની સાબિતી આપે છે. આમ છતાં આટલા મહત્વપૂર્ણ પાણી પ્રત્યે આપણો દ્રષ્ટિકોણ ખૂબ જ સાધારણ અને બિન જવાબદારી ભર્યો હોય છે. ભારતવર્ષના ગુજરાત રાજયમાં ઘણાં વિસ્તારોમાં આજે પણ મહિલાઓના જીવનનો મહત્તમ ભાગ માત્ર પાણીની સમસ્યા હલ કરતા જ નીકળી જાય છે. એક અંદાજ પ્રમાણે છેલ્લા ૫૦ વર્ષમાં પાણી માટે અનેક હત્યાકાંડો થયા છે. પાણીનું વ્યવસ્થિત આયોજન અને વિતરણ વ્યવસ્થા ખૂબ જરૂરી છે. સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા આથી જ તો વર્ષ ૨૦૧૩ને જળ સહયોગના વર્ષ તરીકે જાહેર કરેલું છે.
પર્યાવરણની જાળવણી, વિકાસ, સામાજિક અને આર્થિક વિકાસ, ગરીબી ઘટાડા જેવી સમસ્યાઓના ઉકેલ માટે પાણી ખૂબ ઉપયોગી માધ્યમ છે. વિશ્વમાં સતત વધી રહેલી વસતી માટે ખાઘ ઉત્પાદન, ઊજા
રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં પાણીની સમસ્યા ઉકેલવા અને યોગ્ય સંચાલનના ઉદાહરણ રૂપ પ્રયાસો કર્યા છે. રાજ્યની ઉપલબ્ધ જળ રાશિ અને તેમાં રહેલી વિષમતાને પણ સમજવા જેવી છે. એક અંદાજ પ્રમાણે પરિસ્થિતિ એ છે કે રાજ્યના ૩૦ ટકા વિસ્તારમાં ૭૧ ટકા જળરાશિ ઉપલબ્ધ છે. જ્યારે રાજ્યના ૭૦ ટકા વિસ્તારમાં ૨૯ ટકા જળ રાશિ ઉપલબ્ધ છે. જળરાશિની ઉપલબ્ધિની જ્યારે આવી વિષમ પરિસ્થિતિ હોય ત્યારે પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો તે કેટલો મોટો પડકાર હશે તે માત્ર અનુભવનો વિષય છે.
જળ સંપત્તિ આયોજન સુધારવા માટે જળવિભાજકોની ઉપલબ્ધતા, તેની જરૂરિયાત અને તેનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. જયાં જરૂરી છે ત્યાં સંગ્રહક્ષમતાનું વિસ્તરણ કરીને પાણીની ફાળવણી બાબતે ફરીથી આયોજન કરવું એ એક મોટો પડકાર છે. આ માટે પહેલા તો પાણીની માગ કેટલી છે, કેટલી માગ ખરેખર મહત્વની છે અને એ મહત્વની માગ પ્રમાણે સમાનતા અને કાર્યક્ષમતા વચ્ચે સંતુલન જાળવીને પાણીનો કાર્યદક્ષ ઉપયોગ લોકો કરે એ જરૂરી છે. દરેક સ્તરે વિવિધ મુદાઓના સંદર્ભમાં જળ સહયોગ અત્યંત આવશ્યક છે. જળ રાશિની અછતમાં વધારો, જળ રાશિના ફાળવણી બાબતે નિર્ણય લેવો, ઉદ્યોગો દ્વારા ઉગ્ર અને આકસ્મિક જળ પ્રદૂષણ કરવું તેમજ હાલમાં જે જળ સંબંધિત વૈશ્વિક સંધિઓ કરવામાં આવેલી છે તેના અમલીકરણ માટે જળ સહયોગ જરૂરી છે. જળ સહયોગ વપરાશકર્તાઓ માટે-શહેરમાં ઘર વપરાશ તેમજ ગામડામાં ઘરવપરાશ અને ખેતી માટે-એમ બન્ને સ્તરે યોગ્ય અને અસરકારક નિર્ણયો અગત્યનો ભાગ ભજવે છે. વધતી જતી વસતી, શહેરીકરણ, આર્થિક વિકાસ, ખેતીવાડી અને ઓદ્યોગિક એકમોને કારણે વધારે પાણીની જરૂરિયાત રહે એ સ્વભાવિક છે, અને સાથે-સાથે એ જોખમી પણ છે. મોટેભાગે જે સમજૂતિઓ કરવામાં આવે છે કે પરસ્પર સહયોગથી જે નિર્ણયો લેવામાં આવે છે તે જળ અધિકારક્ષેત્રના બહારના પરિબળોને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે. આવા નિર્ણયો જળ સહયોગની અસરકારકતા ગુમાવી દે છે.
જળ સમાજમાં લોકોને સંગઠીત કરે છે અને ઘણીવાર લોકોને વિભાજિત પણ કરી દે છે. ઇતિહાસમાં ડોકિયું કરીએ તો, આઝાદી બાદ વર્ષ ૧૯૪૮માં આંતરરાષ્ટ્રિય સ્તરે ૩૭ તિવ્ર સંઘર્ષો થયા હતા જેના કેન્દ્રમાં પાણીનો મુદો હતો; આ સાથે આ જ સમયગાળામાં આશરે ૨૯૫ આંતરરાષ્ટ્રિય જળ સમજૂતિઓ ઉપર વાટાઘાટો કરીને હસ્તાક્ષરો કરવામાં આવેલા હતા. સ્પષ્ટપણ એવું કહી શકાય કે, તટવર્તી રાજયો(રાયપેરિયન સ્ટેટ) માટે જળ સહયોગની વિભાવના વિવાદો અને ઘર્ષણ નિવારવા માટે મહ_વની છે. તટવર્તી રાજયો પોતાની જળની જરૂરિયાતને ઓળખે, પરસ્પર સમજૂતિથી ફાળવણી અંગે એક મત થાય અને પોતાને મળેલી જળ રાશિનો કાર્યક્ષમ ઉપયોગ થાય એ માટે પરિપકવતા દર્શાવે એ જરૂરી છે.
જળ સંસાધનોની ન્યાયપૂર્ણ વહેચણી આજના સમયની એક સમસ્યા છે. આ સમસ્યા વસતી વૃદ્ઘિદર, સતત વિકાસનું દબાણ અને બદલાતા સમયની જરૂરિયાતોને કારણે જટિલ સમસ્યાનું સ્વરૂપ ધારણ કરી રહી છે. આજના સમયમાં જળનું અસમાન વિતરણ રાજકિય બદલાવો, સ્રોતોનો ગેરવહીવટ અને આબોહવામાં થતા ફેરફારને આભારી છે. આર્થિક બોજા સાથેની જૂની માળખાકીય વ્યવસ્થા તથા અપૂરતી વૈદ્યાનિક સુવિધાઓ જળ વિતરણ બાબતના તણાવમાં વધારો કરે છે. આ પરિબળો સમાજની કાયાપલટ કરી શકે છે તેમજ વસતી વધારો અને વિકાસલક્ષી પરિવર્તન પણ લાવી શકે છે. ટૂંકમાં એમ કહી શકાય કે, જળ સહયોગ જો યોગ્ય રીતે કરવામાં ન આવે તો સમાજમાં આર્થિક-સામાજિક વિકલન આવી શકે...!
સમાજના વિવિધ ક્ષેત્રોમાં જુથો વચ્ચે વધતી જતી સ્પર્ધાએ તાજા પાણીની ગુણવત્તા અને જરૂરિયાત મુજબના જથ્થાના પૂરવઠા ઉપર માઠી અસર પહોચાડી છે. જે ક્ષેત્રો વચ્ચે સ્પર્ધા છે એ ક્ષેત્રોમાં જળના વિવિધ ઉપયોગને લઇને ખામીઓ સ્પષ્ટ દેખાઇ રહી છે-શહેરી વિરુદ્ઘ ગ્રામીણ વિસ્તાર, પાણીની ગુણવત્તા વિરુદ્ઘ પાણીનો જથ્થો, ભવિષ્યની માગની સામે આજના સમયના પાણીનો જથ્થો તેમજ સેનીટેશન(સ્વચ્છતા)ની સામે અન્ય સામાજિક પ્રાથમિકતા જેવા અને મુદ્રાઓ ખામીદર્શક છે. વિશ્વના લગભગ બધા જ દેશોમાં પાણીના ઉપયોગ અને વપરાશકર્તાઓ વચ્ચે સ્પર્ધા વધી રહી છે. આ બાબતે અસરકારક વાટાઘાટો અને જળ વિતરણ અંગેની યોગ્ય ફાળવણી માટે વપરાશકર્તાઓને પોતાના મંતવ્યો રજૂ કરવા માટે બોલવવા જોઇએ જેથી સ્પર્ધા ઓછી થાય.
વિનીત કુંભારાણા