પ્રાચિનકાળથી વિવિધ પ્રદેશોના લોકો પાણી માટે ઝઘડતા આવ્યા છે. વિશ્વમાં નદીના જળભંડારનો મહત્તમ ભાગ લેવા માટે ગજગ્રાહ કે સંઘર્ષ પણ થતા રહ્યા છે. એક સર્વેક્ષણ પ્રમાણે ભારતવર્ષમાં આશરે ૧૦૦૦૦૦૦૦ નદીઓ છે. ગંગા, સિંધુ, બ્રહ્મપુત્ર, નર્મદા, તાપી, ગોદાવરી, ક્રિષ્ના, કાવેરી, મહાનંદી, જેલમ, ચેનાબ, રાવી, બીયાસ, સતલજ ભારતની જાણીતી અને અગત્યની નદીઓ ગણવામાં આવે છે. ભારતમાં નદીઓ મુખ્ય ત્રણ સ્થાનેથી ઉત્પન્ન થાય છે: હિમાલય અને કારાકોરમ રેન્જ, વિધ્યાંચળ અને સાતપુરા, સાહિદ્રી અને પશ્ચિમભારતમાંથી. નદી એટલે કુદરતી જળસ્રોત કે જે બીજી કોઇ નદી, તળાવ, દરિયો કે ઉપસાગર તરફ વહેતી હોય છે. કેટલાક દ્રષ્ટાંતમાં નદી જમીન ઉપર વહેતી હોય છે અને અન્ય કોઇ જળસ્રોતને ન મળતા જમીન ઉપર જ સુકાઇ જતી હોય છે.
નદીમાં પાણી મુખ્યત્વે વરસાદનું પાણી જમીન ઉપર વહે છે ત્યારે આવે છે. હિમાલયમાંથી નીકળતી નદીઓમાં પાણી ગ્લેશીયર પીગળતાં આવે છે. મૂળભૂત રીતે નદી પૃથ્વી ઉપર ચાલતાં જળચક્રનો એક ભાગ છે.
નદીઓ આપણી પ્રકૃતિનું એક અભિન્ન અંગ છે અને આપની પ્રકૃતિ અનેકવિધ વિશેષતાઓ ધરાવે છે. આપણી આ પકૃતિમાં કુદરતની અજબ કરામતો ઠાંસોઠાસ ભરેલી પડી છે. આવી જ એક અજબ કરામત જળધોધ છે.
પર્વતિય ક્ષેત્રોમાં વેગીલી નદીઓ કે ઝરણાઓ કોતરોમાંથી પસાર થઇને ઊંચાઇએથી નીચે પડે છે ત્યારે તેને જળપ્રપાત કહેવામાં આવે છે. આપણે બોલચાલની ભાષામાં તેને ધોધ કહીએ છીએ. વહેતી નદીઓના રસ્તામાં પહાડી વિસ્તાર આવે ત્યારે એ નદી ધોધ સ્વરૂપે આગળ વધે છે.
ઊંચા પહાડો ઉપરથી વિપુલ જળરાશિ ધોધ સ્વરૂપે આગળ વધે ત્યારે કુદરતના અદ્ભૂત સૌંદર્યના દર્શન થાય છે. મોટા અવાજ સાથે નીચે પડતો, ફીણ ઉડાડતો અને મેઘધનુષની છટા સર્જતો પાણીનો ધોધ જોનારાના મનને પ્રફૂલ્લિત કરી દે છે.
ભારતમાં ઘણા પહાડી પ્રદેશોમાં મીઠા પાણીના ઝરણાનું સંગીત રેલાતું સાંભળવા મળે છે. ઘણા પ્રદેશોમાં મન મુકીને નાહવાની ઇચ્છા થાય તેવા જળધોધ પડે છે. કેટલાક ધોધ તો એવા છે કે જે સાહસિકોને પડકાર આપે છે.
કોઇપણ પહાડી પ્રદેશની કોતરોમાં અલગારી રખડ્ડપટ્ટી કરીએ તો ખળખળ વહેતાં ઝરણાઓ કે ઊંચાઇએથી પડતાં ધોધ ભટકાય જાય! ખૂબ જ ઊંચાઇએથી પડતી વહેતી જળધારાના પાણીના બુંદો હવા પ્રસરી જઇને વાતાવરણને ખુશનુમા બનાવી દેતા હોય છે.
પ્રકૃતિની ગોદમાં બેસીને ધવલ પાણીની સાથે લીલીછમ્મ હરિયાળી, નીલરંગી આકાશ અને પક્ષીઓનો મધુર કલબલાટ એક ઔલોકિક અનુભૂતિને આપણા હૃદયમાં જડી દે છે! ઊંચાઇએથી પડતાં ધોધનું દ્રશ્ય એકવાર જોયા પછી સ્મૃતિમાં હંમેશા અંકિત થઇ જાય છે.
પ્રકૃતિપ્રેમી માટે ઝરણાઓ અને જળધોધ કુદરત તરફથી અમૂલ્ય અને અદ્વિતિય ભેંટ છે. પ્રાકૃતિક સૌંદર્યના ચાહકોને ધોધનું દ્રશ્ય મનમોહિત કરી દે છે. ખાસ કરીને વર્ષાઋતુ તેના જોબન ઉપર હોય અને ધરતીમાતાએ લીલી ચુંદડી ઓઢી લીધી હોય ત્યારે ઊંચાઇએથી પડતો ધોધ જોઇને કુદરત ઉપર આફરિન પોકારી જવાનું મન થઇ જાય!
ભારતના મહત્વના જળધોધમાં મધ્યપ્રદેશમાં જબલપુર પાસેનો ભેડાઘાટનો ધોધ મશહુર છે. નર્મદા નદીના પાણી ઊંચા પહાડો પરથી, ખડકો વચ્ચેથી પસાર થઇને ૧૫૦ ફૂટની ઊંચાઇએથી ધોધ બનીને નીચે પડે છે. પાણી નીચે પડવાથી ફૂવારા જેવી બુંદો ખૂબ જ શિતળતા આપે છે.
છત્તીસગઢમાં ચિત્રકુટ પાસે પણ સુંદર ધોધ છે. આ ધોધને ચિત્રકુટ ધોધ કહે છે. આ ધોધમાં પાણી ગર્જના સાથે નીચે પડે છે અને દૂર સુધી તેનો અવાજ સંભળાય છે. આથી આ ધોધને ધૂંઆધાર ધોધ પણ કહે છે.
ચિત્રકુટ ધોધ છત્તીસગઢ રાજયમાં વિંધ્યાંચલની પર્વત શૃંખલામાં આવેલો છે. ઇન્દ્રાવતી નદીનું પાણી આ જળધોધમાં વહે છે. ચિત્રકુટ જળધોધને છત્તીસગઢનો નાયગ્રા ધોધ પણ કહેવામાં આવે છે. ભારતના દસ મોટા જળધોધની નોંધ લઇએ તો એ આ પ્રમાણે છે:
કુંચીકલ જળધોધ:આ ધોધ ભારતનો ઊંચાઇની દ્રષ્ટિએ મોટામાં મોટો અને એશિયાખંડનો બીજા નંબરનો મોટામાં મોટો ધોધ છે. આ ધોધનું પાણી ૧૪૯૩ ફૂટની ઊંચાઇએથી પડે છે. કર્ણાટક રાજયના સીમોગા જિલ્લામાં આવેલા અગુંબે ગામ પાસે આ ધોધ આવેલો છે. અગુંબેમાં ખૂબ જ વરસાદ પડે છે અને ભારતનું કાયમી રેઇન ફોરેસ્ટ રિસર્ચ સ્ટેશન અહી આવેલું છે. ભારતનો આ મોટામાં મોટો જળધોધ વરાહી નદીના પાણીથી બનેલો છે જે પશ્ચિમઘાટ તરફ જાય છે.
(૨)બહેરીપાણી જળધોધ:કોઇ ચિત્રકારે પોતાની પીંછી વડે જળધોધનું ચિત્ર દોર્યુ હોય તેવો આ અદ્ભૂત જળધોધ છે. ઓરિસ્સાના મયુરભંજ જિલ્લાના સિમલીપલ નેશનલ પાર્કમાં આ ધોધ આવેલો છે. ભારતનો આ બીજા નંબરનો મોટામાં મોટો જળધોધ છે જે ૧૩૦૯ ફૂટની ઊંચાઇએથી પડે છે. આ જળધોધ ગીચ જંગલ વચ્ચે ઘેરાયેલો છે. આ 'ટુ ટાયર' જળધોધ બે ઓફ બંગાલ પાસેથી આરંભ થાય છે. આરિસ્સાનું આ એક મુખ્ય આકર્ષણ છે.
(૩)લેંગશીયાગ જળધોધ:આ જળધોધ મેઘાલયમાં આવેલો છે જે ૧૧૦૬ ફૂટની ઊંચાઇએથી પડે છે. મેઘાલયના પશ્ચિમપહાડી પ્રદેશ ખાંસીમાં આ ધોધ આવેલો છે. પહાડી વિસ્તારમાંથી આવી રહેલી કયાંસી નદીના વહેણ કુદરતી રીતે જુદી-જુદી દિશામાં ફંટાઇ જાય છેઅને ખાંસીના પહાડી પ્રદેશ પાસે ફરી એક ધારા થઇને ધોધ તરીકે પડે છે. પહાડી વિસ્તારની કુદરતી રચના પ્રમાણે આ ધોધ બે વખત નીચે પડે છે.
(૪)નોહકાલીકાઇ જળધોધ:મેઘાલયના પૂર્વ દિશાના પહાડી પ્રદેશમાં ચેરાપુંજીમાં આ ધોધ આવેલો છે જે ૧૧૦૦ ફૂટની ઊંચાઇએથી પડે છે. મેઘાલયનો આ વિસ્તાર વર્ષાવન તરીકે જાણીતો છે અહીં ખૂબ જ વરસાદ પડે છે. વરસાદી પાણી પોતાના વહેણની દિશા શોધીને ચેરાપુંજીના પહાડી જંગલ વિસ્તારમાં ધોધ સ્વરૂપે પડે છે.
(૫)દૂધસાગર જળધોધ:ગોવા રાજયમાં આ જળધોધ આવેલો છે જે ૧૦૨૦ ફૂટની ઊંચાઇએથી પડે છે. જળધોધનું પાણી એકદમ સફેદ દૂધ જેવું દેખાતું હોવાથી તેનું નામ દૂધસાગર ધોધ રાખવામાં આવેલું છે. ગોવાના રમણીય બીચથી દૂર એકદમ અંતરિયાળ પહાડી વિસ્તારમાં આ ધોધ આવેલો છે. ચોમાસાની ઋતુમાં આ ધોધનું પાણી એકદમ તિવ્રતાથી વિશાળ જથ્થામાં પડતું હોય છે. દુનિયાના ૧૦૦ વિશિષ્ટ જળધોધના લીસ્ટમાં આ જળધોધ સામેલ છે.
(૬)મીનમુટ્ટી જળધોધ:કેરાલાના વયાંદ જિલ્લામાં આવેલો આ જળધોધ ૯૮૦ ફૂટની ઊંચાઇ ધરાવે છે. દક્ષિણ ભારતનું આ એક વિખ્યાત પર્યટન સ્થળ છે. ભગવાનની જન્મભૂમિ તરીકે ઓળખાતા કેરાલાનો આ સૌથી મોટો ધોધ છે.
(૭)થલિયાર જળધોધ:તામિલનાડુના દિંદીગુલ જિલ્લામાં આવેલો આ જળધોધ 'રેટ ટેઇલ ફોલ' તરીકે પણ ઓળખાય છે. દૂરથી આ ધોધ ઉંદરની પૂંછ જેવો દેખાતો હોવાથી તેને રેટ ટેઇલ ફોલ તરીખે ઓળખવામાં આવે છે. ૯૭૪ ફૂટની ઊંચાઇએથી પડતો આ જળધોધ તામિલનાડુના દિંદીગુલના દુગર્મ વિસ્તારમાં આવેલો છે. આ ધોધની ઓળખ દુનિયા સમક્ષ ઓછી થયેલી છે કેમ કે, ત્યાં જવા માટે કોઇ અનુકૂળ રસ્તો છે નહી.
(૮)જોગ જળધોધ:સરાવતી નદી ભારતવર્ષની ટુંકી નદી તરીકે ઓળખાય છે. આ નદી કર્ણાટકમાં છે અને તે ભારાગંગા તરીકે પણ ઓળખાય છે. જે તેના મુખ પાસેથી શરૂ થઇને ૯૫ કિ.મી.નું અંતર કાપીને હોનાવર પાસે અરબી સમુદ્રમાં વિલીન થાય છે. સમુદ્રમાં વિલિન થતાં પહેલા આ નદી મોટાભાગે પહાડી વિસ્તારમાંથી વહે છે અને તે કર્ણાટકમાં ધોધ તરીકે પડે છે. સરાવતી નદી ઊંચાઇવાળા વિસ્તારમાંથી પસાર થઇને અરબી સમુદ્રના કોસ્ટલ બેલ્ટ પાસે કોંકણ રીજીયનમાં પ્રવેશે છે ત્યાં આ ધોધની રચના થાય છે. અહી સરાવતી નદીનું પાણી ૮૨૯ ફૂટની ઊંચાઇએથી ધોધ સ્વરૂપે પડે છે.
(૯)કુને જળધોધ:મહારાષ્ટ્રના ગ્રીન સીટી તરીકે જાણીતાં પુનાના લોનાવાલા-ખંડાલા ઘાટીમાં આ જળધોધ આવેલો છે. ખંડાલાનું આ એક ખૂબ જ નયનરમ્ય પર્યટન સ્થળ છે. આ ધોધ ૬૬૦ ફૂટની ઊંચાઇએથી પડે છે.
(૧૦)વંતવંગ જળધોધ:મીઝોરમના સેરછીપ જિલ્લામાં આ ધોધ આવેલો છે અને તેની ઊંચાઇ ૭૫૧ ફૂટ છે. આ ધોધની આસપાસ આવેલું ગાઢ જંગલ આ ધોધને અનેરી સુંદરતા બક્ષે છે. આ જંગલમાં વાંસના વૃક્ષોની સંખ્યા વધારે છે.
કુદરતે આપણા માટે આ વસુંધરા ઉપર પ્રકૃતિ તરીકે ખૂબ જ સુંદર વ્યવસ્થા ગોઠવી છે. આ વ્યવસ્થાને અનુકૂળ થઇને આપણે જીવન વ્યથિત કરીએ તો જીવન જીવવાનો સાચો આનંદ મળી શકે તેમાં કોઇ બે મત નથી, પરંતુ આપણે આપણા નજીવા સ્વાર્થ માટે પ્રકૃતિને, પર્યાવરણને જાણે-અજાણે નુકશાન પહોચાડી રહ્યા છીએ. કુદરતને પણ સુંદર પ્રકૃતિનું સર્જન કરવા માટે ઘણા વર્ષોનો સમય લાગ્યો છે. બહુમૂલ્ય આ પ્રકૃતિ હજુ પણ સુંદર રહે એ માટે તેનું જતન કરવું એ દરેક નાગરિકની ફરજ છે.