પ્રદુષણની પર્યાવરણ પર અસરો એ આ સદીની સૌથી વધુ માનવીય ત્રાસવાદી પ્રવૃતિ છે. માનવીએ ભૌતિકતા પ્રાપ્ત કરવા પ્રકૃતિને ટક્કર મારવાનો પ્રયાસ કર્યો ત્યારે પ્રકૃતિની વિકરાળ પ્રકોપનો સાનો કરવા માનવીએ તૈયાર રહેવું પડશે. ખાસ કરીને દરિયાકિનારાના પર્યાવરણને તંદુરસ્ત બનાવવાનો સમય હવે પાકી ગયો છે. ગાંધીજીએ યોગ્ય જ કહ્યું છે કે પૃથ્વી પાસે દરેકની જરૂરિયાત સંતોષવા પૂરતું છે. દરેકની લાલચ સંતોષવા માટે નહિ. દરેક નાગરિકની સ્વયંની ફરજ બની રહે તો દરિયાને દરિયાલાલ બનાવી શકાય. પર્યાવરણને દરેક નાગરિક આજે સમજી ચૂક્યો છે. પરંતુ વ્યવહારમાં આ પર્યાવરણને બચાવવા પોતાની જાતને જ અમલમાં ન મૂકે કે તત્પર ન બને ત્યાં સુધી પર્યાવરણ અને તેની વાતો પુસ્તકો, ભાષણો,વ્યાખ્યનો અને સેમિનારો પૂરતી જ રહેશે.
પર્યાવરણ સામાન્ય રીતે બે પ્રકારે ગણાવી શકાય. એક માનવસર્જિત પર્યાવરણ અને બીજું પ્રાકૃતિક પર્યાવરણ. પર્યાવરણ ઈશ્વરની અમૂલ્ય ભેટ છે. જેમ કે દરિયાકિનારો. જ્યારે માનવી આ પર્યાવરણમાં ખલેલ પહોંચાડે ત્યારે માનવ સર્જિત પર્યાવરણ બને છે. માનવી એ પોતાના હિત માટે જાણી-સમજીને સ્વાર્થ અને લોભ પ્રવૃત્તિથી પર્યાવરણને હાનિ પહોંચાડે છે. કુદરતી પર્યાવરણની ઉપયોગીતા માનવી સમજે છે. છતાં પોતાની અને ભવિષ્યની પેઢીની કબર જાતે જ ખોદે છે.
ગુજરાતને ૧૬૫૯ કિ.મી.ની દરિયાકીનારો મળ્યો છે. ગુજરાતના વિકાસ માટે સરકાર તથા ઔદ્યોગિક સંકુલોએ ગોલ્ડન કીરીડોર તરીકે ઉદ્યોગોનો વિકાસ કર્યો અને વધતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે જમીન અને પર્યાવરણના પ્રશ્નોના લીધે દરિયા કિનારા તરફ નજર દોડાવવી પડી અને ગુજરાતના દરિયા કિનારા પર ભાવનગર અમરેલી, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાઓનો સમાવેશ થાય છે. દરિયાકિનારે ઉદ્યોગો વિકસાવવાના જે પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે તે બધાના વિચારો અને આદર્શોથી દુર રહીને એક નવી જ વિચાર ડૉ.વિદ્યુત જોષીએ પોતાના લેખ સાગરકાંઠે સમતોલ વિકાસમાં આપ્યો છે. આ ઔદ્યોગિક વિકાસથી દરિયાકાંઠો પર્યાવરણની દૃષ્ટિએ અસમિત બન્યો છે. વ્યક્તિઓ, સમાજ અને ઉદ્યોગપતિઓ પોતાના જ હિત જુએ છે. પરંતુ બધાના હિતોને ધ્યાનમાં લેવાયા નથી અને માઠી અસરો ઉભી કરી છે.
ગુજરાતમાં દરિયાને લોકોએ ધર્મ સાથે જોડ્યો છે. હિન્દુઓ દરિયાદેવ અને મુસ્લીમો તેને દરિયાપીર તરીકે માને છે. આમ હોવા છતાં પણ સમાજના લોકોએ જ દરિયાકિનારાના પર્યાવરણને પ્રદુષિત કર્યો અને દરિયા કિનારાના પર્યાવરણને અસમતુલીત બનાવ્યો છે.
ગુજરાતના દરિયા કિનારાના પર્યાવરણને બે રીતે જોઈ શકાય. એક તો તેનું ઉજળું પાસું છે. તો બીજી બાજુ તેનું નબળું પાસું પણ છે. ડૉ. ડી.સી.ભટ્ટ તમેના લેખ સમુદ્ર પર્યાવરણશાસ્ત્ર માં દરિયાકિનારાના પર્યાવરણનું ઉજળું પાસું વર્ણવતા લખે છે કે પ્રાચીન સમયથી દરિયાકિનરા વેપાર વાણિજ્ય માટે અનુકૂળ હતો. ધોલેરા, ખંભાત, ઘોઘા, ભાવનગર જેવા સારા બંદરો હતા. જેમાં ભાવનગર બંદર સમગ્ર એશિયામાં પ્રથમ એવી લોકગેઈટ સીસ્ટમ થઈ પ્રથમ કક્ષાનું બંદર બનેલું હતુ. આ દરિયા કિનારો સમૃદ્ધ છે. પરંતુ તેની કોઈ ઠોસ અભ્યાસ થયેલ નથી.
માનવી અને કુદરતી પરિબળોના કારણે દરિયાઈ સપાટી ૨.૫ મી.મી. પ્રતિ વર્ષ વધે છે. જેથી દરિયાઈ ખારાશ ખેતીલાયક જમીનમાં આવે છે. ગજુરાતની દરિયાઈ વિકાસ કચ્છનો અખાત, અરબી સમુદ્ર અને ખંભાતના અખાત એમ ત્રણ વિસ્તારમાં વર્ગીકૃત કરી શકાય. કચ્છના અખાતમા દરિયાઈ જીવો વિપુલ પ્રમાણમાં છે જે દ્વારકાથી નવલખી સુધી છે. કચ્છના અખાતમાં કાદવ વિસ્તાર છે. જ્યાં લેપ્ટા માછલીઓ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. કચ્છના અખાત પાસે ઉદ્યોગો અને બંદરના કામકાજો વિસ્તરેલા છે. આ બધા પરિબળો દરિયાઈ સંપત્તિ અને પયાર્વરણને નુકશાન થયું છે.
ગુજરાતના ૯ જિલ્લા એવા રહ્યા છે કે જ્યાંથી ખનીજ/ બિનધાતુ, કિમતી પથ્થરો (ચુનો-રેતી) ખનીજ બળતણ, લિગ્નાઈટ મળી આવે છે. તેમાં કચ્છ, જામનગર, જુનાગઢ, પારેબદંર, અમરેલી, વલસાડ, ભાવનગર, ભરૂચ, સુરત અને વલસાડ જિલ્લાઓનો સમાવેશ કરી શકાય કે જ્યાં સમુદ્ર તટ આવેલો છે. અને તેની કુદરતી સંપત્તિનો ભરપુર ઉપયોગ ઉદ્યોગ કરી શકે. આથી ગુજરાતના સમુદ્ર કિનારે ઔદ્યોગિકરણની ક્ષમતા રહેલી છે. બાકીના વિસ્તારો કે જ્યાં ઔદ્યોગિક વિકાસની ક્ષમતા પૂર્ણ થઈ છે. અને નવા પ્રશ્નોનું સર્જન થયું છે. આથી હવે પછી ગુજરાતનો વિકાસ સમુદ્રકાંઠાના વિસ્તારોના વિકસતા ઉદ્યોગો પર રહેલા છે.
ગજુરાતના દરિયાકિનારા પર વસતા લોકો માટે નાના મોટા ઉદ્યોગો વિકાસ પામ્યા તે આશીર્વાદરૂપ છે. દરિયાઈ સંપત્તિની મહત્તમ ઉપયોગ આ ઉદ્યોગોમાં ઉત્પન્ન થતા ઝેરી વાયુ, ગેસ, ઝેરી પદાર્થો અને પ્રદૂષિત પાણીનો નિકાલ દરિયામાં જ કર્યો જેથી કાંઠા પર પર્યાવરણ પર વિપરીત અસરો થઈ દરિયાઈ વનસ્પતિ અને દરિયાઈ પ્રાણીઓ ઉપર પણ નકુશાનકતા અસરો થઈ. ગુજરાત સરકાર તેની ઔદ્યોગિક નીતિમાં ઉમેરો કર્યો છે કે જદરેક ઉપયોગોએ પ્રદૂષિત પાણીનું રીસાયકલીંગ કરવું ફરજીયાત બને છે અને તેની પ્લાન્ટ સૌ પ્રથમ શરૂ કરવી પછી જ ઉદ્યોગની પરવાનગી આપવી.
આજે ગુજરાતના દરિયા કિનારા પર એક લાખ કરોડ રૂપિયાનું રોકાણ થઈ રહ્યું છે. જેમા રિલાયન્સ, એસ્સાર, અદાણી, એલ એન્ડ ટી, સૈલ, હજીરા, એક્સલ, નિરમા, આઈ.પી.સી.અલે. શીપબકે્રીંગ જવેી માટેી કંપનીઓ દરિયાકીનારા પર પોતના ઉદ્યોગો શરૂ કર્યા છે. ત્યારે દરિયાકિનારા પર પર્યાવરણનું સમતુલન જળવાઈ રહે તે બાબત અતિ મહત્વની બની રહે છે. આજે આ ઉદ્યોગોએ દરિયાકિનારાના પર્યાવરણની હાલત ખરાબ કરી નાંખી છે. ઝેરી વાયુઓ અને પ્રદુષિત પાણી જાહેરમાં અને દરિયામાં છોડી દે છે ત્યારે અનકે લોકો રોગના ભોગ બને છે. બીજી બાજુ આ પ્રદુષિત પાણી જમીનમાં ઉતરતા પીવાના પાણી પ્રદુષિત બન્યા અને ખેતીલાયક જમીન પણ બિનઅસરકારક બની જાય છે. ઉભા પાકને પણ પ્રદૂષિત ઝેરી હવા નુકશાન કરે છે. આ બધા પરિબળોથી દરિયાકાંઠા પરના ભૌગોલિક પર્યાવરણ અને સામાજિક પર્યાવરણને પણ અસર કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ભાવનગર જિલ્લાના જળાજા તાલુકાના દરિયાકિનારો આવક વિનાનો હતો પણ અલંગ અને સોસિયા ગામ આ દરિયાકાંઠાના ગામો છે. જ્યાં એશિયામાં પ્રથમ નંબરનું શીપબ્રેકીંગનું કામ થાય છે. જ્યાં વિદેશમાંથી શીપો આવે છે. જેમાં ઝેરી ગેસ. ફાઈબર, નકામું ઓઈલ અને કચરો લઈને આવે છે જેનો નિકાલ પણ આ કાંઠા પર થાય છે અને દરિયાકિનારાના પયાર્વરણ ને નું કુસાન કરે છે. તો બીજી બાજુ લોખંડનો ભંગાર અને અનેક શીપ બ્રેકીંગની કિંમતી ચીજવસ્તુઓની ચોરી લૂંટફાટ, મારામારી, કરચોરી જેવી અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ રોજીંદી બાબત બની છે.
આ વિસ્તારના લોકો શીપબ્રેકીંગમાં રોજગારી માટે જાય છે ત્યારે ત્યાં બીજા રાજ્યના અનેક મજૂરો રોજી માટે આવે છે અને એઈડ્સ જેવારોગોનો ભોગ બને છે. આમ આવા ઉદ્યોગો દરિયાકિનારાના ભૌગોલિક પર્યાવરણની સાથે સામાજિક પર્યાવરણને પણ હાની પહોંચાડે છે. કોઈપણ શહેર દરિયાનિકારે વસેલું હોયતો તેની ગટરોનું પાણી જાણી સમજીને દરિયામાં ઠાલવવું એ કાયદેસર હોય તેમ કરવામા આવે છે. તેમજ આ કિનારા પર વિકસેલા ઉદ્યોગો પણ તેનું પ્રદૂષિત પાણી નદી કે દરિયામાં ઠાલવે છે. આવા પ્રદૂષિત પાણીના લીધે દરિયાઈ વનસ્પતિ અને દરિયાઈ પ્રાણીઓનો નાશ થાય છે અને પર્યાવરણને વિપરીત અસરો કરે છે. દરિયાના પટેાળમા અનકે ભૌગોલિક કારણોસર ફેરફારો થતાં રહેતા હોય છે. તેનાથી સુનામી જેવી ભયંકર ઘટનાઓ બનતી હોય છે. આથી દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોના મકાનો, વૃક્ષો અને ઉદ્યોગોને ભારે નુકશાન અને જાનમાલની નુકસાની જે દરિયાકાંઠાના પર્યાવરણને વિપરીત અસરો કરે છે.
સાગરકાંઠો ભૌગોલિક પર્યાવરણથી ત્રસ્ત બન્યો છે. પરંતુ હજુ પણ સામાજિક પર્યાવરણથી જોઈએ તો સમુદ્ર કિનારો તનાવથી મુક્ય છે. ગુજરાતને અન્ય રાજ્યના લોકો શાંત અને વ્યાપારી જીવન જીવતા લોકોનું બીરૂદ અપાયેલું પરંતુ જે ગુજરાતનું ચિત્ર બદલાયેલું છે જે અંગે વિદ્યુત જાની પોતાના મંતવ્ય આપતા જણાવે છે કે ગુજરાતના ત્રણ ભાગ પાડી નાંખીએ તો પૂર્વની આદિવાસી પટ્ટી કોમી દાવાનળ ફાટ્યો પરંતુ દરિયાઈ પટ્ટી શાંત રહી છે. વલસાડ શાંત છે અને શાંત રહ્યું છે. નવસારી અપવાદ બાદ કરતા શાંતી છે. ગુજરાત સળગ્યું ત્યારે સુરત શાંત હતું. પરંતુ થોડા સમય પછી ત્યાં હિંસક બનાવો લુંટફાટ થયા. સુરત મેદાની પટ્ટીમાં આવે અને ત્યાં તોફાનો જલ્દી શમી જાય છે. ભાવનગર ગુજરાતના દરિયાઈ કિનારા પરનું મહત્વુનું શહેર સુરત એવી તરાહ પરંતુ કોમી હુલ્લડો ફેબ્રુ-માર્ચ ૨૦૦૨ માં થયા પરંતુ હિન્દુ બેકલેશ પુરો થયા બાદ જે કોમી તંગદિલી આમને સામને સર્જાઈ તેમાં સુરતની જેમ ભાવનર પણ મુક્ત હતું. સૌરાષ્ટ્રના દરિયાઈ કિનનારે મહુવા, તળાજા કે જ્યા મુસ્લિમોની ખાસ્સી વસતિ છે. ત્યાં પણ શાંત વાતાવરણ રહ્યું વેરાવળમાં મુસ્લીમ ખારવાની વસતિ છે. પણ સંપૂર્ણ શાંત રહ્યું. પારેબદંર ગજુરાતનો શિકાગો તરીકે કુખ્યાત છે પણ ત્યાં પણ શાંતિ રહી. દ્વારકા, ઓખા અને જામનગરના વાઘેરો પણ ઘણા જવાં મર્દો તરીકે જાણીતા પણ આશ્ચર્ય પમાડે એવી જામનગર જિલ્લાની શાંતિ છે.કચ્છ કે જ્યાં ભુકંપની વધુ અસરગ્રસ્તા છે ત્યાં સરહદ છે તે પણ શાંત રહ્યું. આ વિસ્તારના સમુદ્ર તટના લોકો સમુદ્રમાં માછલા પકડવા જાય છે ત્યારે પાકિસ્તાની કોસ્ટગાર્ડ પકડી લે છે ત્યારે તંગદિલી પણ સર્જાય છે. આમ છતાં આ વિસ્તાર શાંત રહ્યો. ભારત અને ગુજરાતની કોમી પરિસ્થિતિ વિશે આપણે બાંધી રાખેલી માન્યતાઓ બદલવી પડે એવા નવાં નિરીક્ષણો પ્રાપ્ત થયાં છે. સમાજના માળખામાં આવી રહેલા બદલાવ નો આ પડઘો છે. પોલીસ કે કાનૂની તપાસ જરૂરી છે. ગુનેગારને દંડ અપાય પણ જરૂરી છે. પરંતુ સમાજના દેહમાં જે રોગ બેઠો છ તેનું નિદાન કરી તેની દવા કરવી પણ જરૂરી છે. ભારત અને ગુજરાતમાં દરિયા કિનારા પ્રવાસન ધામ વિકસાવી ત્યાનાં ભૌગોલિક અને સામાજિક પર્યાવરણને અદ્ભૂદ બનાવી ભારતમાં પર્યટકોને આકર્ષવા રાજ્સ્થાનનો પ્રથમ નંબર છે. કેરાલા બીજા ક્રમે છે. ગુજરાતને ૧૬૫૯ કિ.મી. દરિયા કીનારો છે જે બીજા રાજ્યો અને કેટલાક દેશોને પણ મળ્યો નથી. ગુજરાતને બે અખાત મળ્યા છે. ૧. ખંભાતનો અખાત અને ૨.કચ્છનો અખાત, આ અખાતમાં જગતમાં સૌથી વધુ વેગીલો જળપ્રાવહ અહીં છે. આ ગુજરાતના સમુદ્ર તટે પર્યટન ધામો વિકસાવી શકાય અથાવ જે છે તેનો વધુવ વિકાસની શક્યતાઓને વિદ્યુત જોષી આ મુજબ દર્શાવે છે.
• વલસાડ પાસે તીથલ કે જ્યાં આજે પણ શાંત રમણીય અને સ્વચ્છ વાતાવરણ છે જેને પ્રવાસન ધામ તરીકે વિકસાવી શકાય.
• નવસારી જિલ્લાના દાંડી કીનારાને ઐતિહાસિક ધામ બનાવી શકાય.
• સુરત નજીકનાં ડુમસને એક દરિયાઈ પ્રવાસન ધામ બનાવીને સમગ્ર દેશના લોકોનું ધ્યાન દોરી શકે.
• ખંભાતનો અખાત કે જ્યાં ઈકો ટુરીઝમ કે એડ્વેન્ચર ટુરીઝમ તરીકે શ્રેષ્ઠ સ્થળ તરીકે વિકસાવી શકાય.
• ભાવનગરના ઘોઘાથી પીરમબેટ જવાય ત્યાં પાષાણ યુગની અષ્મીઓ મળે છે. જ્યાં સંશોધન અને સાહસ માટે આદર્શ સ્થળ વિકસાવી શકાય.
• દરિયાકિનારે પર્યટન સાથે ઉદ્યોગ ધંધાપણ વિકસાવી શકાય જે કે મત્સ્યદ્યોગ, સીમેન્ટ, પેટ્રોલિયમ, દરિયાઈ વેપાર માટે બંદરો (કંડલા) વિકસાવી ત્યાં આવતા ઉદ્યોગપતિઓ અને વેપારી માટે પર્યટન ધામ વિકસાવી શકાય. સોમનાથ અને દ્વારકા કે જ્યાંસમુદ્રતટ છે જ્યાં ધાર્મિક સ્થળો અને ઐતિહાસિક પરંપરાઓને જોડી જે અર્ધવિકસિત પ્રવાસધામ છે તેને વધુ વિકસાવી શકાય. એહમદપુર માંડવી જેવા વિસ્તારોમાં ગુજરાત સરકારની માલિકીના જે પ્રવાસ ધામો છે ત્યાં અમલદારશાહીની મુશ્કેલીઓ દુર કરી ત્યાં પણ શ્રેષ્ઠ દરિયાઈ પ્રવાસ ધામ વિકસાવી શકાય.
• દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોત્સવો અને મેળાઓ યોજાય છે. તેને રાષ્ટ્રીય સ્તરે વિકસાવી પ્રવાસના ધામો તરીકે આકર્ષી શકાય જેમ કે પોરબંદરના માધવરાયનો મેળો, જામનગરનો સાતમ આઠમનો મેળો, ગીરનારોનો ભવનાથનો મેળો, હાથબ નજીક નિષ્કલંકનો મેળો, વગેરે સ્થાનિક મેળાઓ પણ પ્રવાસીને આકર્ષી શકે છે.
દરિયાકાંઠે પ્રવાસન સંબંધમાં બુદ્ધિપૂર્વક આયોજન થાય અને યોગ્ય વ્યવસ્થા ગોઠવાય તો ગાવેા અને કેરાલાના સમુદ્રતટ કરતાં અનેક ગણા વધારે અને વૈવિધ્ય સભર પ્રવસીઓને આકર્ષવાની તાકત આ આ સમુદ્રતટ ધરાવે છે પશ્ચિમના દેશો દરિયાકાંઠાને ધર્મ સાથે જોડાવાના બદલે તેને વ્યવસાયિક ધોરણે પ્રવાસન ઉદ્યોગ બનાવ્યો છે અને ત્યાંના લોકોની પર્યાવરણની જાગૃતિના લીધે ત્યાંના દરિયાકિનારાનું પર્યાવરણ સારું જોઈ શકાય છે. ખાસ કરીને ગુજરાતના દરિયાકિનારા પર પ્રવાસન પ્રવૃત્તિ અમુક અંશે જોવા મળે છે. પરંતુ તેની સંપૂર્ણ ઉપયોગ થઈ શક્યો નથી. આપણા દરિયા કિનારાઆ પર ધાર્મિક સ્થળ વિકસ્યા, પર્યાવરણ પ્રત્યેની સમજણ વિકસી નથી. આ વિસ્તારોમાં અનેક પ્રવાસીઓ અને યાત્રાળુઓ આવે છે અને કેટલીય નકામી ચીજ વસ્તુઓ જ્યાં ત્યાં છોડી દે છે અને પર્યાવરણને નુકશાન પહોંચાડે છે. આવા કીનારાઓ રોજ સાફ-સફાઈ કરવામાં આવે તોપણ ક્યારેય સાફ ન થાય. આવી સ્થિતિ દરિયાકીનારાના પયાર્વરણને અસર કરે છે.
લોકોમાં પર્યાવરણ અંગે સહજ જ્ઞાન અને સમજણ દ્વારા દરિયાકિનારાના પર્યાવરણને તંદુરસ્ત બનાવી શકાય છે પીરપ્રબેટ અને પોટન ટાપુઓ પર દરિયાઈ જીવસૃષ્ટિના સરક્ષણ માટે પ્રયત્નો ચાલુ છે તેથી તેને નેશનલ મરીન પાર્ક તરીકે જાહેર કરેલ છે. આવી જાગૃતિ જ દરિયા કિનારાના પર્યાવરણને બચાવી શકે. આપણા સમાજનમાં લોકોમાં પયાર્વરણ પ્રત્યે કાયદાકીય ફરજ પાડવામાં આવે અને દંડ અને શિક્ષાનો માહોલ ઉભો કરવામાં આવે તે અમુક અંશે લોકમાં જાગૃતિ આવી શકે. આ ઉપરાંત દરિયા કિનારા પર ચોક્કસ વનસ્પતિ જેવી કે પેનગ્રુવ - ચેરના વૃક્ષો, સેીકીર્નીયા, મીરડની ભાડી, સ્યુએડા-કારીચું, તમ્મરીયા, સાલ્વાડોરપીલુના ઝાડ, નાળીયેરી, શરુ અને તાડ જેવી વનસ્પતિ ઉગતી હોય છે. જેને વધારે પ્રમાણમાં ઉગાડી શકાય અને તે વધારે ખારાશ સહન કરી શકે છે. જેને કારણ દરિયાની ખારાશ ખેતીલાયક જમીન તરફ આગળ વધતી અટકી શકે. આવી વનસ્પતિ સોઈલ બાઈન્ડર તરીકેનું કામ કરે છે તેમજ આ ખારાશ અટકાવનાર કેલ્શીયમના પથ્થરી અને પરવાળાના પથ્થરો જમીનમાં આડબંધો કે તોતીંગ દિવાલની ગરજ સારે છે. અને તે પણ દરિયાના પાણીની ખારાશને અટકાવે છે. આ બધી કુદરતી રીતે સુરક્ષિતાની ગાઠેવણો હતી પરંતુ આ કદુરતી વ્યવસ્થાને આપણે તોડી પડી છે.
સારૈાષ્ટ, પારેબદંર, જામનગર અન તેની આસપાસના વિસ્તારોમાંથી પથ્થરના બેલા જમીનના ઊંડાણમાંથી બહાર કાઢવામાં આવે છે જે સંરક્ષણાત્મક કુદરતી દિવાલો હતી તે તોડી અને કાંઠાળ વિસ્તારો આજે ખાસવાળા બન્યા. લોકોને પીવાના પાણીની મુશ્કેલીઓ ઉભી થઈ છે. અમરેલી, પોરબંદર અને જામનગર જિલ્લાઓમાં સિમેન્ટના ઉદ્યોગો ધમધોકાર ચાલે છે. તેમાં આ પથ્થરો દરિયાઈ રેતીનો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે. આથી આ દરિયા કિનારાના વિસ્તારોના પર્યાવરણને કદી ખોટ પુરી ન કરી શકાય એવું નુકશાન કર્યું છે. તેમજ આ ઉદ્યોગોના વિસ્તાર વધારવા માટે તેમજ પથ્થરોના મોટા જથ્થાને મેળવવા માટે ખેતી લાયક જમીનને મેળવવા માટે ખેડૂતોને મોં માગ્યા દામ આપીને જમીન ખરીદી ખોદકામ કરી પથ્થરો મેળવી જમીનને નુકશાન કરે છે.
દરિયા કિનારા પર સાગરખેડૂઓ માછીમારી કરીને આવે છે અને રોજી મેળવે છે અને વિદેશી હુંડીયામણ અપાવે છે. સરકાર દ્વારા મત્સ્યઉદ્યોગ ખાતુ પણ કાર્યરત છે. પરંતુ પર્યાવરણની દૃષ્ટિએ જોઈએ તો વૈજ્ઞાનિક રીતે મત્સ્યઉદ્યોગ ચાલતો નતી. માછલીઓને જાહેરમાં સુકવણી કરવામાં આવે છે. તેનું શિકાર, વેચાણ, સાચવણી યોગ્ય ઢબે થતી નથી. દા.ત. પોરબંદર વેરાવળમાં પ્રવેશતાની સાથે તીવ્ર દુગર્ધં પાંચ કિ.મી. સુધી આવતી અનુભવી શકાય છે. જે હવાને પ્રદુષિત કરે છે. પ્રદુષણની પર્યાવરણ પર અસરો એ આ સદીની સૌથી વધુ માનવીય ત્રાસવાદી પ્રવૃતિ છે. માનવીએ ભૌતિકતા પ્રાપ્ત કરવા પ્રકૃતિને ટક્કર મારવાના ેપ્રયાસ કર્યો ત્યારે પ્રકૃતિની વિકરાળ પ્રકોપનો સાનો કરવા માનવીએ તૈયાર રહેવું પડશે. ખાસ કરીને દરિયાકિનારાના પર્યાવરણને તંદુરસ્ત બનાવવાનો સમય હવે પાકી ગયો છે. ગાંધીજીએ યોગ્ય જ કહ્યું છે કે પૃથ્વી પાસે દરેકની જરૂરિયાત સંતોષવા પૂરતું છે. દરેકની લાલચ સંતોષવા માટે નહિ. દરેક નાગરિકની સ્વયંની ફરજ બની રહે તો દરિયાને દરિયાલાલ બનાવી શકાય.
પર્યાવરણને દરેક નાગરિક આજે સમજી ચૂક્યો છે. પરંતુ વ્યવહારમાં આ પર્યાવરણને બચાવવા પોતાની જાતને જ અમલમાં ન મૂકે કે તત્પર ન બને ત્યાં સુધી પર્યાવરણ અને તેની વાતો પુસ્તકો, ભાષણો,વ્યાખ્યનો અને સેમિનારો પૂરતી જ રહેશે. આ માટે ઓએસટીસી ઓસન સાયન્સ ટેકનોલોજી સેલ આ સંશોધન સંસ્થા છે કે જે દરિયાકિનારે જે સજીવ સૃષ્ટિ છે તેનું રક્ષણ અને પર્યાવરણની જાળવણી કરવા સંશોધન કરે છે. આ સંસ્થા સરકાર દ્વારા ભાવનગર યુનિવર્સિટીને મળેલી ભેટ છે. જેના દ્વારા અનેક આયોજન થઈ રહ્યા છે પરંતુ આ સંસ્થા પુરતી નતી સૌએ ખભે ખભા મિલાવીને એક લક્ષ્યને કેન્દ્રમાં રાખીને કામ કરવું પડશે. કુટુંબ, શાળાઓ, કોલેજો, સમાદાયો, સરકારીબિનસરકારી સંગઠનો, સ્વૈચ્છિ સંસ્થાઓ, ગ્રામસભાઓ, મહોલ્લાની સમિતિઓ વગેરેએ એક બીજાને સહયોગ આપીને દરિયાકિનારાના પર્યાવરણને જાળવવા પ્રયત્ન કરવો પડશે. માત્ર દરિયા કિનારે ટ્રેકીંગ કરવા કે કેમ્પ લગાવવા એ અપૂરતા થઈ પડશે. જ્યારે ભૂગોળ જોખમમાં હોય ત્યારે ઈતિહાસ પણ એની અસરોમાં આવી જાય માટે શૈક્ષણિક સંસ્થાઓએ દરિયા કિનારા પર પ્રવાસોનું આયોજન કરી તેના પર્યાવરણની વાસ્તવિકતા દર્શાવી આ અવસ્થામાં તેની અસરો કાયમી બની જતી હોય છે. તેમજ સમાજમાં સંચારમાધ્યમો એ દરિયા કિનારાના પર્યાવરણને એક મોટો ઈશ્યુ બનાવી લોકોને સતત જાગૃત રાખવાના નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરે અને લોકો પણ તેને અપનાવી જીવન નો ભાગ બનાવી લે તો ચોક્કસપણે દરિયાનેતેના કિનારાને અને ત્યાંના પર્યાવરણને નંદનવન બનાવી શકાશે.
સંદર્ભસૂચી ૧. ભટ ડી.સી.(ઓક્ટોબર-૨૦૦૮) સમુદ્ર પર્યાવણ શાસ્ત્ર પરિસર, ગુજરાત ઈકોલોજી કમિશન-ગાંધીનગર ૨. ડોડીયા શૈલેષ (ઓક્ટોબર ૨૦૦૮) દરિયાકાંઠાની વનસ્પતિનું મહત્વ પરિસર ગુજરાત ઈકોલોજી કમિશન, ગાંધીનગર ૩. જોષી વિદ્યુત - ફાયનાન્સિયલ એક્સપ્રેસના લેખો ૪. મ.સો એમ.યુ. (ઓક્ટોબર૨૦૦૮) પર્યાવરણ પરિસર, ગુરાત ઇકોલોજી કમિશન- ગાંધીનગર ૫. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ગુજરાત રાજ્ય અમદાવાદ-નકશામાં ગુજરાત ૧૯૯૧-૧૯૯૯ ૬. વ્યાસ હરિશ્ચંદ (૨૦૦૧) પારિસ્થિતિકી એવં પર્યાવરણ - હિન્દી પંચશીલ પ્રકાશન જયપુર ૭. વ્યાસ રજની (૨૦૦૧) ગુજરાતની અસ્મિતા, અક્ષરા પ્રકાશન, અમદાવાદ.
ડૉ.અનિલ વાઘેલા
( લેખક ભાવનગર સ્થિત શામળાદાસ આર્ટસ કોલજમાં સમાજશાસ્ત્ર વિભાગના વ્યાખ્યાતા છે.)
સંકલનઃ વિનિત કુંભારાણા