જળ સંરક્ષણ અને જળ શુદ્ધીકરણ

Submitted by vinitrana on Wed, 01/21/2015 - 07:34

અત્યારે એક શિક્ષિત નિયમિત સ્નાન કરવા અને કપડા ધોવા માટે સરેરાશ ૫૦ થી ૭૫ લિટર જેટલું પાણી વાપરે છે. પાંચ દાયકા પહેલાં સ્નાન અને કપડાં ધોવા માટે સરેરાશ ૧૫ લિટર પાણી વાપરવું પડતું હતું. છેલ્લાચાર દાયકાથી વરસાદ ઓછોથતાં નાની મોટી નદી, વોંકળામાં પાણી વહેતું તે આજે લગભગ બંધ થયું છે. પાંચ દાયકામાં દેશની વ સતિ ૩૦૦ ટકા જેટલી વધી છે. ભારત દેશની ૧૧૦કરોડ વ્યક્તિને સ્નાન કરવા, કપડા ધોવા રસોઈ અને પીવા માટે ૭૫ લિટર પાણી ગણતા વર્ષે અનેક સરદાર સરોવર નર્મદા બંધોની જરૂર પડે. ભારત દેશમાંજે કંઈ વરસાદ પડે છે તેમાંથી ઘણું જ ઓછું પાણી જમીનમાં ઉતરે છે. અને મોટાભાગનું પાણી દરિયામાં જતું રહે છે.


પૃથ્વીના ૬૫ ટકા ભાગમાં આશરે ૯૬ ટકા જેટલું પાણી અને ૨૫ ટકા ભાગમાં જમીન, જંગલો અને પર્વતો આવેલાં છે. પૃથ્વીના ૨૫ ટકા ભાગમાં વિશ્વની ખરબો માનવ અને પશુપક્ષીની વસતિ છે. આ બધાને જીવનનિર્વાહ માટે પાણી અને ખોરાક જરૂરી છે. એના માટે માત્ર ૧ ટકા જેટલું જ પાણી જમીનમાં તળમાં તળાવોમાં અને નદીઓમાં સંગ્રહાયેલ છે. બીજી રીતે જોઈએ તો ૧૨૦૦૦ એમ.એચ.એમ. મિલીયન હેક્ટર જમીન પર એક મીટર ઊંચાઈ જેટલું પાણી પડે છે. તે પૈકી ૮૮ ટકા જેટલું પાણી આપણા ઉપયોગમાં ન આવતાં દરિયામાં વહી જાય છે. અને વરાળ બનીને ઊડી જાય છે.પરંતુ વરસાદી પાણી જ જમીનમાં સંગ્રહાય એ જરૂરી છે.

અત્યારે એક શિક્ષિત નિયમિત સ્નાન કરવા અને કપડા ધોવા માટે સરેરાશ ૫૦ થી ૭૫ લિટર જેટલું પાણી વાપરે છે. પાંચ દાયકા પહેલાં સ્નાન અને કપડાં ધોવા માટે સરેરાશ ૧૫ લિટર પાણી વાપરવું પડતું હતું. છેલ્લાચાર દાયકાથી વરસાદ ઓછો થતાં નાની મોટી નદી, વોંકળામાં પાણી વહેતું તે આજે લગભગ બંધ થયું છે. પાંચ દાયકા પાંચ દાયકામાં દેશની વ સતિ ૩૦૦ ટકા જેટલી વધી છે. ભારત દેશની ૧૧૦ કરોડ વ્યક્તિને સ્નાન કરવા, કપડાં ધોવા રસોઈ અને પીવા માટે ૭૫ લિટર પાણી ગણતા વર્ષે અનકે સરદાર સરાવેર નર્મદા બંધની જરૂર પડે. ભારત દેશમાં જે કંઈ વરસાદ પડે છે તેમાંથી ઘણું જ ઓછું પાણી જમીનમાં ઊતરે છે. અને મોટા ભાગનું પાણી દરિયામાં જતું રહે છે. પાણી ખેતી, ઉદ્યોગ ધંધા અને પીવાના કામનું નથી.છેલ્લા ચાર દાયકાથી વરસાદ ધીમે ધીમે ઘટતાં જમીનમાં પાણીનાં તળ ઊંડા ગયા છે. ગુજરાતનાં મોટાં ભાગના વિસ્તારમાં ૪૪ વર્ષ પહેલાં ૩ થી ૧૫ ફુટ જેટલું ઊંડું ખોદકામ કરતાં પાણી મળી રહેતું હતું. વરસાદ ઘટતાં ૧૧૦ કરોડ નાગરિકો અને ખેતી કામ માટે જમીનના તળના પાણીનો અઢળક જથ્થો વપરાતો જ ગયો. એમ કહેવાય છે. ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ૧૦૦૦ વર્ષ પહેલાંનું સંગ્રહાયેલું પાણી પીવા મળે છે. જે દર્શાવે છે કે આપણે ભવિષ્યની પેઢીના ઋણી અને ગુનેગાર છીએ ખરા...!

ભાવનગર જિલ્લાના ખોપાળા, ઉગામેડી, દવેળીયા જવેા ગામોમાં પાણીન વિકટ સમસ્યા હતી. ખડૂતાન્ેાી સઝૂ સહકાર અને સારા આગેવાનોની મદદથી ગ્રામનું અને ગામ તળની જમીનનું પાણી ઊંડી પહોળ ખાઈ કરીને રોકવામાં આવ્યું. પરિણામે ચોમાસાની સીઝનમાં પણ કવૂામાં ટીપું પાણી ન રેહતું તેની જગ્યાએ ઉનાળાની સીઝનમાં પણ કૂવાં જીવતાં રહ્યાં અને બારેમાસ પિયત સિુવધા ઉપલબ્ધ થઈ આના માટે સરકારે કશું જ કર્યું નથી. જે કંઈ કર્યું એમાં ગામ લોકો અને ગામના બે પાંચ તરવૈયા યુવાનો હતા. આવું જ સારું કામ ઉત્તર ગુજરાતમાં મહેસાણા દૂધસાગર ડેરી મોતી ફાઉન્ડેશન દ્વારા થઈ રહ્યું છે. જેના પાયામાં તેના નિયામકશ્રીની દૃષ્ટિ અને લોકોને ઉપયોગી થવાની ભાવના છે.

ખેડૂતોએ વાવણી પહેલાં જમીનની આડી ઊભી ખેડ કરી નાખવી, જમીન સમતળ કરવી, ચાસ પાડી છાણિયું ખાતર ભરવું શેઢાપાળા રીપરે કરવા ખાસ જરૂરી છે જેથી વાવણી થતાંની સાથે જ સમયસર વાવેતર થઈ શકે. તેમ છતાં ગામડાના ખેડૂતો અને લોક આગવેાનાએ નીચેના કામ પર વધુ ધ્યાન આપવા જવું છે.

• ખેડૂતોએ ઓછા પાણીથી અને વહેલી પાકતી જાતોનું વાવેતર કરવું. શક્ય બને તો નીકમાં જ વાવેતર કરવું જેથી છોડના થડમાંથી પાણી મળે અને ઓછા પાણીથી વધુ પિયત થઈ શકે.
• દૂધમંડળીના પ્રમુખશ્રી અને કમિટી સભ્યશ્રીઓએ વધુ ઉત્પાદન આપતી ગાયભેંસ રાખનારને પ્રોત્સાહન આપવું. ગામના ગૌચરનું લેવલ કરાવી બોરડી, આવળ અને બાવળ જેવા નકામાં ઝાડા ઝાંખરા કાઢી સારી સારી જાતના ઘાસનું વાવેતર કરાવવું દા.ત. અંજન, બ્લુપેનીકમ. તેના માટે સરકારી મદદ લેવી. સફળ પશુપાલકને પ્રોત્સાહક ઇનામ આપવા વધુ ઉત્પાદન આપતાં ઘાસચારાનું નીકમાં વાવેતર કરાવવું તેમ જ પશુની તંદુરસ્તીનાં પગલાં ભરવા.
• સરપંચશ્રીએ વરસાદના પાણીને ગામ અને સીમ બહાર જવું અટકાવવું. ગામમાં નવા બાંધકામ થયા હોય તો સૌ પ્રથમ ભૂગર્ભ પાણીની ટાંકી ફરજિયાત બનાવડાવવી. ગામમાં ગટર લાઈનો કરવી. વપરાયેલા પાણીને શુદ્ધ કરી આસપાસના ખેડૂતને વાજબી ભાવે આપવું. લોકોને ઘરનાં આંગણામાં ભૂગર્ભ ટાંકા બનાવવા માટે પ્રોત્સાહન આપવું. પાણીનો બગાડ થતો અટકાવવો.
• સેવા અને સહકારી મંડળીના મંત્રી, પ્રમુખ, કમિટી સભ્યશ્રીઓએ જળ સંરક્ષણનું કામ કરનારને ઓછા વ્યાજની લોન આપવા. ઓછા પાણીથી વધુ પિયત થાય તે માટેની પિયત પદ્ધતિ અપનાવનારને પ્રોત્સાહન અને નાણાકીય સહાય.
• શાળાના શિક્ષકશ્રી એ ઘરવપરાશનું ગંદું પાણી જાહેર રસ્તા પર ન આવે, પાણીનો કરકસર પૂર્ણ ઉપયોગ તેમ જ વહેલાં પાણીને રોકવાથી થતાં ફાયદા જેવી બાબતો બાળકો અને વાલીઓને અવારનવાર સમજાવતા રહેવું.
• સ્વેછીક સંસ્થાઆએે દરેક પરિવારના ઘરમા બાથરૂમ, સંડાસ, ૧૦૦૦ લિટર પાણીની ટાંકી બનાવી આપવી. આ બધુંજ વપરાયેલ પાણીને શુદ્ધ બનાવી તે પાણીથી ફળ, શાકભાજી, વૃક્ષારોપણ વધુ થાય તેવું કરવું જરૂરી છે.

નગરપાલિકાઓ : આપણને બધાને શહેરોમાં રહેવું ગમે છે. કારણ ત્યાં ઉદ્યોગ ધંધા, સારા રોડ, રસ્તા, જીવનજરૂરી ચીજો ઝડપી ઉપલબ્ધ બને છે. આ શહેરના ઉદ્યોગો અને શહેરીજનો દૈનિક કરોડો લીટર પાણી પ્રદૂષિત કરે છે. આ બધુ જ પાણી નજીકના તળાવ, નદી કે ખુલ્લી જગ્યામાં છોડી મૂકવામાં આવે છે. આ દિૂષત પાણી ત્યાંની જમીનમા ઊતરતાં જમીન દૂષિત થાય છે. કૂવાના અને પીવાના પાણીને પીવા લાયક રહેવા દેતું નથી. માટે શહેરની ગટરો અને ઉદ્યોગ ધંધાના દૂષિત પાણીને જદુા જદુા વિસ્તારમાં એકઠું કરી શુદ્ધિકરણ કરવું જરૂરી છે. આ શુદ્ધિકરણ કરેલ પાણીથી શહરે આસપાસ આસપાસના વિસ્તારમાં વૃક્ષારોપણ, બગીચા, ફળ ફૂલની ખેતી કરતાં મોટી આવક થશે. પ્રદૂષણ થતું અટકશે અને શહેર આસપાસની જમીનના તળમાં થતું જળ પ્રદૂષણ થતું અટકશે. આના માટે ટેકનિકલ અને નાણાકીય મદદ સરકારના વિભાગોમાંથી મળી રહે છે. આ કામ વહેલી તકે છેક કસબા, તાલુકા, જિલ્લા મથકો એ જળ પ્રદૂષણ અટકાવતા એકમોએ કરવું જોઈએ.

પાણીને વાર્ષિક ૨૦,૦૦૦ લિટર જેટલું પાણી ચોમાસાની સીઝનમાં પોતાના જ આંગણામાં ભૂગર્ભ ટાંકો બનાવી સંઘરવં.ુ આના માટે સરકાર નાણાકીય અને ટેકનીકલ મદદ કરે છે. બાળકોને પોતાના ધંધા રોજગારમાં સતત સુધારો આવે તેવી દૃષ્ટિ કેળવાય તેવી વાતો કરતા રહેવું જેમાં પાણી એ જ પ્રાણ છે તે વાતને કેન્દ્રમાં રાખવી. પાણીનો વપરાશ ઘટાડવો અને ઓછા પાણીથી વધુ પાક ઉત્પાદન મળે તેમ કરવું.

કેશવભાઈ ગોટી
(પ્રા.ડૉ.કેશવભાઈ ગોટી, લોકનિકેતન વિદ્યાલય, રતનપુર, તા. પાલનપુર)
સંકલનઃ વિનિત કુંભારાણા