ઓળખો આપણા સહવાસી દુશ્મનને રેડોન વાયુ

Submitted by vinitrana on Mon, 01/19/2015 - 06:50
આપણા જ ઘરમાં ચોવીસે કલાક આપણી સાથે સહવાસ કરે તેનેપરમ મિત્રથી પણ વિશેષ ગણવાની ભલૂ સ્વાભાવિક રીતે જ કરી બેસીએ પરંતુ મિત્રના વશેમા રહલે આ સહવાસી જો આપણા ફેફસાં ક્યારે કેન્સર ગ્રસ્ત બને તેની જ પેરવીમાં હોય તો ! તો તે મિત્રના વેશમાં કટ્ટર દુશ્મન હાવેાના અહેસાસ થાય !

હા, આવો અદ્રશ્ય (રંગવિહિન) દુશ્મન એ વાયુમય તત્વ રેડોન છે જેણે અમેરિકાવાસીઓની ઊંઘ હડપ કરી દીધેલી છે. માટી, ખડકો અને પાણીમાં રહેલા યુરોનિયમમાંથી મુક્ત થતો આ કિરણોત્સર્ગી વાયુ અદ્રશ્ય વાસ વગરનો છે. તે બહારની હવામાં ફેલાઈ જાય ત્યારે ખાસ નુકશાનકારક નથી. પરંતુ મકાનના અંદરના ભાગની હવામાં વધુ માત્રામાં ભળેલો હોય ત્યારે નુકશાનકારક સાબિત થાય છે.

જમીનમાં યુરેનિયમ અને રેડિયમની હાજરી સામાન્ય છે. કિરણોત્સર્ગી પ્રક્રિયાથી યુરેનિયમમાંથી રેડિયમ બને છે અને રેડિયમના ક્ષયથી રેડોન મુક્ત થાય છે.

રેડોન આપણી આસપાસની અને ખાસ કરીને મકાનના નીચેના ભાગની જમીનમાંથી આવે છે. અમેરિકાની એન્વાયરોનમેન્ટ પ્રોટેક્શન એજન્સીના સર્વે મુજબ ત્યાંના સરેરાશ ૧૫ મકાનમાંથી એક મકાનમાં રેડોનની ઊંચી માત્રા હોય છે. મકાનના અંદરના ભાગે રહેલી હવા ગરમ થતાં હલકી બની ઉપરના ભાગે જાય છે પરિણામે સર્જાતા શૂન્યાવકાશની જગ્યા લેવા માટે ભોંયતળીયેથી અથવા આજુબાજુની જમીનમાંથી બારી-બારણા અને તિરાડો મારફત રેડોન આપણા ઘરમાં પ્રવેશે છે. ભોંયતળીયામાં તિરાડો, પોલાણવાળા દિવાલના બ્લોક, ગટરો, પાઈપ, સમ્પ વગેરે રેડોનના પ્રવેશદ્વાર છે. અમેરિકામાં રેડોનના સંસર્ગને કેન્સર નિપજાવતાં મુખ્ય કારણોમાં દ્વિતિય સ્થાને મૂકવામાં આવે છે. શ્વાસ મારફતે રેડોન આપણા ફેફસામાં પ્રવેશે છે, જ્યાં તેના કિરણોત્સર્ગી ક્ષયથી શક્તિસાળી કણો મુકત થાય છે. જે ફેફસાંની સંવેદનશીલ પેશીઓના કોષોમાં રહલેા ડીએનએને નકુશાન પહોચાડે છે. આવા અસર પામેલા ડીએનએના કારણે ફફેસા નું કેન્સર થાય છે. રેડોનની માત્રા પાઈકો ક્યૂરી પ્રતિ લિટરમાં માપવામાં આવે છે જે કિરણોત્સર્ગના માપનનો એકમ છે. યુ.એસ.એ.ની એન્વાયરોન્મેન્ટ પ્રોટેક્શન એજન્સી અને સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રોટેક્શનની ભલામણ મુજબ ૪ પાઈકો ક્યૂરી પ્રતિ લિટર કે તેના કરતાં વધુ પ્રમાણમાં રેડોનની હાજરી ધરાવતાં ઘરોની યાદી બનાવી નિવારણ માટે ઉપાયો કરવામાં આવે છે.

રેડોનની હાજરીના પરીક્ષણ માટે કીટ ઉપલબ્ધ હોય છે. આ કીટમાંના પેકેટને ખોલી નક્કી કરેલી જગ્યાએ રાખવામાં આવે છે. પેકેટમાં ચારકોલ ઉપર રેડોનનું અધિશોષણ થાય છે. ભલામણ મુજબના દિવસો સુધી રાખી મુક્યા પછી તેને બંધ કરી લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. લેબોરેટરીનો રીપોર્ટ રેડોનની માત્રા દર્શાવે છે.

ઘરોમાં રેડોનનું પ્રમાણ ઘટાડવા માટે વિવિધ પદ્ધતિઓ છે. આ બધામાં ભાયેંતળીયા માં રહેલી તિરાડો, છિદ્રો ને બધં કરી દેવાની ક્રિયા મૂળભૂત છે. આમ છતાં એન્વાયરોન્મેન્ટ પ્રોટેક્શન એજન્સીના મત અનુસાર માત્ર સિલિંગ એ પુરતો ઉપાય નથી. મોટા ભાગે પાઈપ અને પંખાઓની પ્રણાલી દ્વારા રેડોનનું પ્રમાણ ઘટાડવામાં આવે છે. આ પ્રણાલીને Asub- Slab પ્રણાલી કહેવામાં આવે છે. આવી પ્રણાલી ભોયતળીયાના ફાઉન્ડેશનમાંથી રેડોનનો પ્રવેશ અટકાવે છે. કોન્ટ્રાક્ટરો મકાનની ડીઝાઈન અને અન્ય બાબતોના આધારે રેડોન ઘટાડા માટે યોગ્ય પદ્ધતિની પસંદગી કરતાહોય છે. રેડોનનું પ્રમાણ આપણા મકાનના નીચેના ખડકોના ભૂસ્તરશાસ્ત્ર પર આધારિત હોય છે. તેથી નજીક નજીકના એકથી બીજા મકાનમાં રેડોનનું પ્રમાણ બદલાતું રહે છે. આ કારણે પડોશીના મકાનમાં ટેસ્ટ દ્વારા ઓછી માત્રા સાબિત થયેલી હોયતો આપણા મકાનમાં પણ ઓછી માત્રા જ હશે તેમ સ્વિકારી શકાય નહીં. આપણે પણ ટેસ્ટ કરાવવો સલાહ ભરેલ છે.

ડૉ. સી. જી. જોષી(લેખક પોરબંદરની એમ.ડી. સાયન્સ કોલેજમાં પ્રિન્સિપાલ છે.)

સંકલનઃ વિનિત કુંભારાણા