હવામાન પરિવર્તન : અસર અને પ્રયત્નો

Submitted by vinitrana on Sun, 12/21/2014 - 07:43

ડેન્માર્કમાં કોનપહેગનમાં ૭ થી ૧૮ ડિસેમ્બર-૨૦૦૯ સુધી યુનાઈટેડ નેશન્સ કોનફરન્સ ઓન ક્લાયમેન્ટ ચેન્જ (યુ.એન.સી.સી.સી.)નું પંદરમું સંમેલન સમાપ્ત થયું. જલવાયુ પરિવર્તન પર થયેલ સંધિના સમાધાનની મુદત ઈ.સ. ૨૦૧૨માં સમાપ્ત થવાની હતી. એના બદલે એક નવા સમાધાનને અંતિમ રૂપ દેવા સંમેલનના અંતમાં કોઈ સમાધાન થયું નહિ. સંમેલનમાં જલાવાયુ પરિવર્તન અને વિકાસ પર વિકસીત અને વિકાસશીલ દેશો વચ્ચે ચાલતી રહેલી રાજનીતિ પણ ઉભરીને સામે આવી. વિકસીત દેશો એમ ઇચ્છતા હતા ગ્રીન હાઉસ ગેસો ખાસ કરીને કાર્બન ડાયોક્સાઈડ ગેસના ઉત્સર્જનમાં વધારેમાં વધારે નિયંત્રણ વિકાસશીલ દેશો કરે. જેથી તેઓ પોતાનું ઔદ્યોગીકરણ તેજીથી ન કરી શકે.


આજે પૃથ્વીનું તાપમાન વધ્યું છે. પૃથ્વીને તાવ આવ્યો છે એમ પણ કહી શકાય. વાયુ વાયુમંડળમાં ગ્રીન હાઉસ ગેસોની વધતી સાંદ્રતાનું પરિણામ છે. પૃથ્વીની ચારે બાજુનું વાતાવરણ ગરમ થતું જાય છે. આ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે. ઔદ્યોગિકરણને કારણે વર્તમાન સમયમાં ઉદ્યોગો અને ઘરોમાં કોલસા અને પેટ્રોલિયમ જેવા પદાર્થના ઉપયોગમાં અત્યંત વધારો થયો છે. જેનાથી લગભગ ૪ ટકા કાર્બન ડાયોક્સાઈડનો વધારો થઈ રહ્યો છે. વર્તમાન સમયમાં વિશ્વમાં દર વર્ષે લગભગ ૭ કરોડ હેક્ટર જમીનના વનોને કાપવામાં આવી રહ્યા છે. વૃક્ષોના વિનાશને કારણે દર વર્ષે બે અરબ ટન કાર્બન ડાયોક્સાઈડ વાયુમંડળમાં આવી રહ્યો છે. ગ્લોબલ વોર્મીંગ જેવી સમસ્યાનું મુખ્ય કારણ છે. વાયુ પ્રદુષણ, પ્રદુષણ માટે જવાબદાર ગેસ આ પ્રમાણે છે. સલ્ફર ઓક્સાઈડ ૧૫ ટકા, કાર્બન મોનોક્સાઈડ ૪૭ ટકા, નાઈટ્રોજન ઓક્સાઈડ ૧૦ ટકા, કણ ૧૩ ટકા. આજથી ૧૦૦ વર્ષ પહેલા વાયુ મંડળમાં કાર્બનડાયોક્સાઈડની માત્ર ૨૭૫ પાર્ટસ પર મિલિયન (પીપીએમ) હતી. જે આજે ૩૫૦ પીપીએમ છે તથા ઈ.સ. ૨૦૩૫ સુધીમાં કાર્બનડાયોક્સાઈડની માત્રા ૪૫૦ પી.પી.એમ થવાની સંભાવના છે. ઔદ્યોગીકરણ પહેલા મીથેનની માત્રા ૭૧૫ પી.પી.બી. હતી જે ૨૦૦૫ માં ૧૭૩૪ પીપીબી થઈ. નાઈટ્રસ ઓક્સાઈડની માત્રા ૨૭૦ પીપીબી થઈ. નાઈટ્રસ ઓક્સાઈડની માત્રા ૨૭૦ પીપીબી પાર્ટસ પર બિલિયન હતી. જે વધીને આજે ૩૧૯ પીપીબી થઈ છે.

વિશ્વમાં ઉત્સર્જિત થતું કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ


અમેરીકા ૨૨ ટકા, ચીન ૧૭ ટકા , ભારત ૦૪.૧ ટકા, રૂસ ૬ ટકા, જાપાન ૪.૭ ટકા, ઓસ્ટ્રેલીયા ૧.૪ ટકા, યુરોપ ૧૭.૨ ટકા. પૃથ્વીને પ્રાણવાન રાખવાવાળા ઘટકોમાં ખલેલ ઊભી થઈ છે. ૩૦ ટકા માછલીઓ, ૨૫ ટકા સરીશ્રૃપો, ૧૨ ટકા પક્ષીઓ, ૨૪ ટકા સ્તનધારીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ભારતની ૧૦ ટકા જૈવીક સંપત્તિ નાશ પામવાની તૈયારીમાં છે.

આ.પી.સી.સી.ની ચેતવણી


જલવાયુ પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય પેનલે (ઇન્ટર ગવર્નમેન્ટ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ) ૬ એપ્રીલ, ૨૦૦૭ના બ્રુસેલ્સમાં એક રિપોર્ટ જાહેર કરેલ. ૧૯૮૮થી જ આઈ.પી.સી.સી.એ જલવાયુ પરિવર્તન પર સંશોધન કરવાનું ચાલુ કરી દીધું હતું. આ રિપોર્ટ કુલ ૯૪૧ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલ. રિપોર્ટમાં વૈજ્ઞાનિકોએ ચેતવણી આ પ્રમાણે આપેલ છે.
- ગ્રીન હાઉસ ગેસોનું ઉત્સર્જન રોકવામાં નહિં આવે તો ઈ.સ. ૨૧૦૦ સુધીમાં ધરતીના તાપમાનમાં ૧.૧ થી ૬.૪ ડીગ્રી વધારો થવાની શક્યતા છે.
- સદીના અંતમાં દુનિયાભરમાં લગભગ ૧ અરબ લોકોની સામે પાણીની ઉપલબ્ધિની સમસ્યા ઊભી થશે. ઈ.સ. ૨૦૨૦ સુધીમાં આફ્રિકામાં સામનો કરવો પડશે.
- તાપમાનમાં જો ૧.૫ થી ૨.૫ ડિગ્રી સે.ગ્રે. સુધી પણ વધારો થયો તો પશુઓ, છોડવાઓની ૨૦ થી ૩૦ ટકા જાતિઓ લુપ્ત થવાની શક્યતા ૬૬ ટકા સુધી રહેલી છે.
- ખાદ્યપદાર્થોના ઉત્પાદનમાં પ્રથમ વધારો થશે અને પછી ઘટાડો થવાની શક્યતા રહેલી છે.
- ભારતની ગંગા નદી લુપ્ત થવાનો ભય દેખાઈ રહ્યો છે. ૨૦૩૦ સુધીમાં વધારે ભાગનો હિમાલયી ગ્લેશિયર ઓગળી જશે. નીચેનો વિસ્તાર ડૂબી જશે. વધારે અસર આફ્રિકા મહાદ્વિપ અને એશિયા પર થશે.
- સમુદ્ર તળ ૧૮ સે.મી. થી ૫૯ સે.મી. સુધી ઈ.સ. ૨૧૦૦ સુધીમાં ઉપર આવી જશે.

કોપન હેગન સંમેલન


ડેન્માર્કમાં કોનપહેગનમાં ૭ થી ૧૮ ડિસેમ્બર-૨૦૦૯ સુધી યુનાઈટેડ નેશન્સ કોનફરન્સ ઓન ક્લાયમેન્ટ ચેન્જ (યુ.એન.સી.સી.સી.)નું પંદરમું સંમેલન સમાપ્ત થયું. જલવાયુ પરિવર્તન પર થયેલ સંધિના સમાધાનની મુદત ઈ.સ. ૨૦૧૨માં સમાપ્ત થવાની હતી. એના બદલે એક નવા સમાધાનને અંતિમ રૂપ દેવા સંમેલનના અંતમાં કોઈ સમાધાન થયું નહિ. સંમેલનમાં જલાવાયુ પરિવર્તન અને વિકાસ પર વિકસીત અને વિકાસશીલ દેશો વચ્ચે ચાલતી રહેલી રાજનીતિ પણ ઉભરીને સામે આવી. વિકસીત દેશો એમ ઇચ્છતા હતા ગ્રીન હાઉસ ગેસો ખાસ કરીને કાર્બન ડાયોક્સાઈડ ગેસના ઉત્સર્જનમાં વધારેમાં વધારે નિયંત્રણ વિકાસશીલ દેશો કરે. જેથી તેઓ પોતાનું ઔદ્યોગીકરણ તેજીથી ન કરી શકે. વિકસીત દેશો પોતાના ઔદ્યોગીક વિકાસને વધારે પ્રગતિશીલ બનાવવા માટે ઓછામાં ઓછા હાનિકારક ગેસોનાં ઉત્સર્જનમાં નિયંત્રણ કરવાના મૂડમાં હતા. તેમનું નિશાન ભારત અને ચીન હતા. બીજી બાજુ ભારત અને ચીને સંમેલનની પહેલા જ ૨૦ થી ૨૫ ટકા ગ્રીન હાઉસ ગેસોમાં ઘટાડો ઈ.સ. ૨૦૨૦ સુધીમાં કરવાની જાહેરાત કરી દીધી હતી. પરંતુ આને મહત્ત્વ ન આપતા વિકસીત દેશોએ પક્ષપાત પૂર્ણ સંધી કરવાનો પ્રયાસ કર્યો.

અંતિમ વાતચિત પછી જે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો. તેમાં ચીન અને ભારતના પ્રતિનિધિઓને સમાવવામાં ન આવ્યા. ડેન્માર્ક સરકાર દ્વારા પ્રસ્તુત આ રૂપરેખાનો ભારત તથા ચીનની સાથે સાથે અન્ય અનેક વિકાસશીલ દેશોએ પણ વિરોધ કર્યો અને અંતમાં ડેન્માર્કે તેને પાછો લઈ લીધો. સમેલનના અંતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાં ભારતના પ્રધાનમત્ર્ંાી ડૉ. મનમોહનસિંહ, ચીનના પ્રધાનમંત્રી વેન જીઆબાઓ, બ્રાઝીલના રાષ્ટ્રપતિ એલ.આઈ. લુલા દ સિલ્યા તથા દક્ષીણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જેકબ જુમા એ સમસ્યા પર વિચારવિમર્શ કર્યો. તથા કેટલાક સામૂહિક નિર્ણય લીધા આ આ નિર્ણયોમાં સ્વૈચ્છાએ ઉત્સર્જીત ગેસોમાં ૨૦ થી ૨૫ ટકાસુધી ઘટાડાનો નિર્ણય મુખ્ય છે.

વિશ્વસ્તર પર પર્યાવરણ સાથે જોડાયેલી સ્વૈચ્છિક સંસ્થાઓ


- પેનોસ - ગ્રીનપીસ - નેશનલ ઇન્વાયરમેન્ટલ ટ્રસ્ટ ગેસ - અર્થ રાઈટ્સ ઇન્ટરનેશનલ - ગ્રીનક્રોસ ઇન્ટરનેશનલ - ગ્રીન પાવર - ડાઉન ટુ અર્થ - અર્થ ફ્રસ્ટ - ક્રિએટીવ ઇન્વાયરમેન્ટલ નેટવર્ક – ભારતમાં પર્યાવરણ સાથે જોડાયેલી સ્વૈચ્છીકસંસ્થાઓ - ટેરી (ધ એનર્જી એન રીસોસ્રીસ ઇન્સ્ટીટ્યુટ) - સેન્ટર ફોર સાયન્સ એન્ડ ઇન્વાયરમેન્ટ - ઇન્ડીયન એસોસિએશન ઓફ ઇન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ- નર્મદા બચાવો આંદોલન - નીલગીરી વાઇલ્ડ લાઈફ એન્ડ ઇન્વાયરમેન્ટ એસોસીએશન - બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી -દશૈલી ગ્રામ સ્વરાજ મંડળ – કલ્પવૃક્ષ

ભારતમાં પર્યાવરણ સંબંધીત રાષ્ટ્રીય સંમેલન


રાજધાનીમાં ઓગસ્ટ-૨૦૦૯માં બધા રાજ્યોના પર્યાવરણ અને વનમંત્રીઓનું એક દિવસીય રાષ્ટ્રીય સંમેલન પ્રધાન મંત્રી ડૉ. મનમોહનસિંહ દ્વારા આયોજીત કરવામાં આવેલ. જેના મુદ્દા આ પ્રમાણે છે :
- પ્રધાનમંત્રીજીએ એક રાષ્ટ્રીય પર્યાવરણ સંરક્ષણ સમિતીની સ્થાપના કરવાનો પ્રસ્તાવ રાખ્યો જેથી વન અને પર્યાવરણથી સંબંધીત મુદ્દાઓ ઉકેલવાની એક કેન્દ્રીકૃત વ્યવસ્થા અસ્તિત્વમાં આવે આ સમિતીને મોનીટરીંગ સિવાય પર્યાવરણ સરંક્ષણ સંબંધી કાનુનો અને નિયમોને અસરકારક રીતે લાગુ કરવાનો અધિકાર હશે.
- પ્રધાનમંત્રીજીએ રાજ્યોને રાષ્ટ્રીય કાર્ય યોજનાને અનુરૂપ જલવાયુ પરિવર્તનથી સંબંધીત કાર્ય યોજના તૈયાર કરવાનું પણ કહ્યું.
- પ્રધાનમંત્રીજીએ રાજ્ય પ્રદુષણ નિયંત્રણ બોર્ડો દ્વારા કાનુની જોગવાઈ લાગુ કરવા પર પણ ભાર આપ્યો સાથે સાથે વન અને વન્ય જીવના રક્ષણ, વન વિભાગની ખાલી જગ્યાઓ ભરવા, સરકારીસ્વૈચ્છીક ક્ષેત્રોની ભાગીદારી, નદીઓની સફાઈ માટે વધુને વધુ સંશોધનો ઊભા કરવાની જરૂરિયાત દર્શાવી.

અત્યાર સુધીના સરકારના પ્રયત્નો


- કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોની સાથે આ વર્ષે વનક્ષેત્રમાં ૮૩૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. જ્યારે પાછળા વર્ષે આ રકમ ૩૬૦૦ કરોડની હતી. - પર્યાવરણ મંત્રાલય દ્વારા દેશભરમાં પર્યાવરણની દૃષ્ટિએ ૨૫ મહત્ત્વપર્ણ સ્થાનોની ઓળખ કરવામાં આવી છે. જ્યાં વાયુ અને જળ પ્રદુષણ પર કાબુ લાવવા હેતુ તત્કાલ પ્રયત્નો કરવા આવશ્યક છે.
- મંત્રાલય દ્વારા પહેલી વાર ગ્રીનહાઉસ ગેસોના ઉસર્જન પ્રભાવના અભ્યાસ માટે બે વર્ષમાં ૩ કરોડ રૂપિયાથી એક ઉપગ્રહ છોડવાની યોજના છે. જેનો ફક્ત ભારત પરનું સંપૂર્ણ એશિયાઈ ક્ષેત્રોના ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનની તપાસ કરશે. ભારતમાં જલવાયુ પરિવર્તનની સમસ્યાને ઉકેલવા સઘન વૃક્ષારોપણ કાર્યક્રમ પણ ચાલી રહ્યા છે. કારણ કે જલવાયુનો સીધો સંબંધ પર્યાવરણ સંરક્ષણથી છે. એટલે જ સરકારે ૨૦૦૮૦૯ ના વર્ષમાં બજેટમાં વન સંશોધન અને શીક્ષા પરિષદને સો કરોડ રૂપિયાના વિશેષ અનુલક્ષ આપવાની જાહેરાત કરી છે.

આઠ મીશન


૧. રાષ્ટ્રીય સૌર ઉર્જા મીશન : સૌર ઉર્જા સસ્તી બનાવવા પર ધ્યાન
૨. ઊર્જા ક્ષમતા વધારવા સંબંધીત મીશન : એવી ટેકનોલોજી બનાવવી જેમાં ઓછી ઉર્જા વપરાય
૩. રહન-સહન માટે મીશન : ઓછી ઉર્જા વપરાય તેવા આવાસોનો વિકાસ, કચરાનું રીસાયકલીંગ
૪. જળ સંરક્ષણ વિશે મીશન : વરસાદી પાણીનું સંરક્ષણ તથા જરૂરી ટેકનોલોજીનો વિકાસ
૫. હિમાલય માટે મીશન : હિમાલયના ગ્લેશીયરોને ઓગળતા અટકાવવાનો પ્રયત્ન
૬. ગ્રીન ઇન્ડિયા મીશન : વન વિકાસ, જૈવ વિવિધતા વધારવી
૭. ટકાઉ કૃષિ વિકાસ
૮. જ્ઞાન માટે મીશન : પર્યાવરણીય અસરોથી સામાન્ય લોકોને માહિતગાર કરવા.

જુનાગઢનો પ્રયત્ન


ગાંધીજીએ ગોબરગેસ પ્લાન્ટ નાખવાની સલાહ આપેલી હવે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે નવેસરથી ઉર્જાના સાધનો ઉપલબ્ધ કરવા વિશેષ વિભાગને કામગીરી સોંપી છે. અને તેના હેઠળ દેશમાં ત્રણ મોટા ગોબરગેસ પ્લાન્ટ સ્થપાયા છે. ગયા સપ્તાહે જ જુનાગઢ નજીક વાડલા ગામે શ્રી વલ્લભ ગૌશાળા ખાતે આવા એક પ્લાન્ટનું ભૂમિપૂજન થયું. ગોબરગેસ પ્લાન્ટમાં બનતા ગેસનો ઉપયોગ વાહનોમાં પેટ્રોલ ડીઝલના બદલે થાય છે અને ૨૨ કિ.મી.ની સરેરાશ આપે છે. સીએનજી કરતા પણ વધુ પોષણકારક હોય છે. જયપુરમાં છેલ્લા અઢી વર્ષથી આવો પ્લાન્ટ છે અને ગહુજરાતમાં પ્રથમ પ્લાન્ટ માટે શ્રી વલ્લભ ગૌશાળાની પસંદગી થઈ છે. ગાય આપણું જ નહિં પર્યાવરણનું પણ રક્ષણ કરી શકે છે એ વાત સમજવાની અને સમજાવવાની જરૂર છે. હવામાન પરિવર્તનને જુનાગઢે અસરકારક જવાબ આપ્યો છે. ચાલો આપણે પણ એ દિશામાં પ્રયત્ન કરીએ.

સંદર્ભ : ૧. પ્રતિયોગીતા દર્પણ : ડિસેમ્બર ૨૦૦૯ ૨. પ્રતિયોગીતા દર્પણ : ફેબ્રુઆરી ૨૦૧૦ ૩. પ્રતિયોગીતા દર્પણ : માર્ચ ૨૦૧૦ ૪. પ્રતિયોગીતા દર્પણ : જાન્યુઆરી ૨૦૧૦ ૫. દૈનિક સમાચાર ૬. યોજના મેગેઝીન

દિપ્તી કપુરીયા
સંકલન: વિનીત કુંભારાણા