મહિલાઓના બનેલા વપરાશકાર જૂથની રચનાને ઉત્તેજન આપીને સ્ત્રીઓને પાણી બચાવવા અને તેને સદુપયોગ કરવા ઉત્તેજન આપવું જોઈએ જેમ કે વપરાયેલા પાણીના ઉપયોગ દ્વારા ઘર આંગણામાં શાકભાજીના અને ફૂલોનો બગીચો માનવી પાણીથી થતા પ્રદૂષણને અટકાવી શકાય છે. તો બીજી બાજુ આર્થિક રીતે કુટુંબમાં મદદરૂપ બની શકાય છે તે જ ઘરના શુદ્ધ શાકભાજી પ્રાપ્ત થઈ શકે છે.
માનવીની પ્રાથમિક જરૂરિયાતોમાં પાણીનું આગવું મહત્ત્વ છે. પૃથ્વીની સપાટી પરની સમગ્ર જીવસૃષ્ટિમાં ટકવા માટેના અનિવાર્ય ઘટક પાણીના રોજબરોજના વધતા જતા ઉપયોગના કારણે તેમ જ બીજી તરફ વધતી જતી વસ્તી માટે પાણીની માંગ સતત વધતી જાય છે. પાણીના વપરાશ સામે પૃથ્વી પરના શુદ્ધ જળનો પુરવઠો ઓછો પડવા લાગ્યા લાગ્યો છે. વિશ્વની વધતી જતી વસ્તી, પર્યાવરણમાં ફેરફાર અને એનું કથળતું ધોરણ તથા જળસાધનોની અસમાન વહેંચણીના કારણે પાણીની તંગી ઊભી થાય છે. જળ સમસ્યા આજના જગતની સૌથી મોટી સમસ્યા છે. કુદરતે મનુષ્યને સ્વચ્છ પાણી, જમીન અને હવા આપી છે. પરંતુ માનવીય પ્રવૃત્તિને કારણે પૃથ્વી પરના ઘટકો ઉપર કેટલીક વિપરીત અસર થઈ રહી છે. વિશ્વમાં જળસંકટનું કારણ વધતી જતી વસ્તી વૃદ્ધિ છે. ઘરના ઉપયોગ ઉપરાંત ઔદ્યોગિક ક્ષેત્રમાં પાણીની માંગ વધી રહી છે. માનવીની પ્રગતિ અને આબાદી પાણીની સુલભતા ઉપર આધાર રાખે છે. જેમ જીવન ધોરણ ઊંચું જતું જાય છે. તેમ માથાદીઠ પાણીની વપરાશ વધે છે. ઈ.સ.૧૯૪૦થી ઈ.સ.૧૯૮૦ના સમયગાળામાં પાણીનો ઉપયોગ બમણો થયો છે. હજુ પણ પાણીનો ઉપયોગ વધવાની શક્યતા છે. જો કે બધા જ પાણીનો પૂરેપૂરો ઉપયોગ થતો નથી તેનો બગાડ પણ થતો જોવા મળે છે. વિશ્વમાં લગભગ ૧૨૦ કરોડ લોકો જળસંકટને ભોગવી રહ્યા છે. જેના સંદર્ભે જળવિવાદો વધ્યા છે. ભારતની વાત કરીએ તો ભારત વિશ્વના ૨.૪ ટકા ભૂમિભાગ ધરાવે છે. જ્યારે વસ્તીની દૃષ્ટિએ ભારત બીજા ક્રમે છે અને તાજાં પાણીનો ૪ ટકા હિસ્સો ધરાવે છે. ભારતમાં ઘણા લોકો પાણીની તીવ્ર તંગી અનુભવી રહ્યા છે. ભારતના સંદર્ભે જોતા કહી શકાય. તાજાં પાણીનું માથાદી પ્રાપ્ય પ્રમાણ દિવસે દિવસે ઘટતું જાય છે. એક ગણતરી મુજબ દેશની ૭ ટકા વસ્તી જ્યાં વસે છે એવા ૭૦ ટકા વિસ્તારમાં પાણીની તીવ્ર તંગી ઊભી થાય તેમ છે. ભારત સરકારે ૨૦૦૩ના વર્ષનેતાજાં પાણીના વર્ષ તરીકે ઉજવ્યું હતું તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ સંબોધકર્તા સહુ લોકોમાં તાજાં પાણીની તંગી, તાજાં પાણીનું મૂલ્ય, પાણીની બચત અને કાર્યક્ષમ ઉપયોગ, પાણીની ગુણવત્તા અને એની ઈકોસિસ્ટમની જાળવણી તાજાં પાણીના સાધનો વધારવા તેમ જ તાજા પાણી અંગેના તમામ નિર્ણયો સમાજની ભાગીદારી સાથે લેવાય એ સંબંધમાં જાણકારી અને જાગૃતિ ફેલાવવાનો અને વધારવાનો હતો. તાજાં પાણીના સાધનોનું રક્ષણ કરીને આપણે આપણા ભવિષ્યના રક્ષણમાં સહાય કરીએ છીએ આ માટે વ્યક્તિ સંસ્થા અને સરકારે સક્રીય ભૂમિકા ભજવવાની છે.
પૃથ્વીની સપાટી ઉપર પાણીની વહેંચણીમાં આશરે ૯૭ ટકા સમુદ્રમાં છે જે ખારું હોવાથી માનવ ઉપયોગમાં સીધેસીધું લઈ શકાતું નથી. ૨ ટકા પાણી ઉત્તરધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ઉપર બરફ રૂપે છે તે પણ ઉપયોગમાં લઈ શકાતું નથી. ઉપલબ્ધ પાણીમાંથી માત્ર ૧ ટકા પાણી જ પીવાલાયક છે. જે પીવાના ખેતીના અને ઉદ્યોગોના કામમાં લઈ શકાય છે. આ ૧ ટકામાંથી ૯૮ ટકા જેટલું પાણી જમીનમાં સંગ્રહાયેલું છે. જ્યારે ૨ ટકા પાણી જમીનની સપાટી ઉપર છે આમ મીઠું પીવા લાયક પાણી ખૂબ જ અલ્પ અને દુર્લભ છે. પીવાનંુ પાણી બે પ્રકારે પ્રાપ્ત થઈ શકે છે. (૧) ભૂજળ (જે સપાટી ઉપરનું પાણી) (૨) ભૂગર્ભજળ (સપાટી નીચેનું જળ)
ગુજરાતને પાણીની અછતવાળા રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. ઘટતા જતા વરસાદ અને વધતી જતી વસ્તીના પરિણામે પાણીની એક નવી સમસ્યા ઊભી થાય છે. ઘણા વર્ષો સુધી રાજ્યમાં સ્થાનિક પાણીના જુદા જુદા સ્ત્રોતના આધારે પીવાના પાણીની યોજના બનાવવામાં આવતી હતી. આવી યોજનાના અગત્યના સ્ત્રોત તરીકે ભૂગર્ભ જળનો ઉપયોગ થતો હતો, પરંતુ ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં ખેતી માટે ભૂગર્ભ જળનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં ધીમે ધીમે ભૂગર્ભ જળ માટે વધારેમાં વધારે ઊંડા જવું પડે તેવી સ્થિતિ થઈ છે. આ કારણોસર પાણીની ગુણવત્તાનો પ્રશ્ન ઊભો થાય છે. રાજ્યનો મોટો ભાગ દરિયા કિનારે આવેલો હોવાથી ભૂગર્ભ જળમાં ખારાશના પ્રશ્નો ઊભાં થયાં છે. આ વિસ્તારમાં જે યોજનાઓ સ્થાનિક સ્ત્રોતના આધારે બનાવવામાં આવી તે પણ લાંબા સમય સુધી કાર્યરત રહી શકી નથી. દેશના આયોજન પંચે પણ આ પ્રશ્નની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભૂગર્ભજળને બદલે સપાટી ઉપરના પાણીના સ્ત્રોત તરફ ધ્યાન દોરવાની ભલામણ કરી અને તેના પરિણામ રૂપે નર્મદા યોજના અમલમાં આવી. આવા આયોજન કરતી વખતે સ્થાનિક સ્ત્રોતના વિકાસ તથા જાળવણી ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
પાણીની સમસ્યાને નાથવા માટે જળસંચય અને રીચાર્જની પ્રક્રિયાને વેગ આપવામાં આવે છે. વિવેકપૂર્ણ વપરાશ તેમ જ વ્યવસ્થાપનમાં લોકજાગૃતિ, લોક ભાગીદારી માટે સંકલન, સહકાર, સંગઠન અને સહિયારા પ્રયત્ન જરૂરી છે. ગુજરાતમાં જનક્રાંતિ દ્વારા જલક્રાંતિના પ્રયાસો થાય છે. વરસાદનું પાણી જમીનમાં ઉતારી સારી ગુણવત્તાવાળું પીવાનંુ પાણી મળી રહે તેવા પ્રયાસો થાય છે. ક્ષાર સામે ટકાઉ વૃક્ષોનું વાવેતર કરી અને તેનો ઉછેર કરવામાં આવે છે.
માનવજીવનના વિકાસમાં સ્ત્રીઓની ભિૂમકા ઘણી જ નાધેંપાત્ર છે. પુરુષપ્રધાન સમાજવ્યવસ્થા માં કદુરતી સંસાધનોનો ઉપયોગ ગૃહિણીઓ જ કરે છે. તેથી પાણી સરંક્ષણમા ગૃહિણીઓની ભિૂમકા ઘણી જ મહત્ત્વની છે. જીવન માટે સૌથી વધુ જરૂરી છે પાણી. જીવમાત્રને પાણીની જરૂરિયાત હોય છે. કોઈપણ દેશની પ્રગતિનો આધાર તે દેશની પાણી અને સ્વચ્છતાની બાબતો પર છે તેમ કહી શકાય. દુનિયાનો કોઈ પણ ખૂણો હોય દરકે સમાજમાં પાણીની જરૂરિયાત પરૂી પાડવાની જવાબદારી મહિલાઓના શિરે હોય છે. સમાજની પ્રાથમિક અવસ્થાથી જ શ્રમ વિભાજન ને જોઈએ તો આર્થિક ઉપાર્જન ની જવાબદારી પુરુષની અને ગૃહકાર્ય તથા બાળ ઉછેર જવાબદારી મહિલાની ગણાય છે. ગૃહકાર્ય ને લીધે મહિલા ગૃહિણી તારીખે ઓળખાય છે. આથી સામાન્ય રીતે પાણી નો પ્રશ્ન મહિલા સાથે જોડાયેલો છે. પાણી નો સદુપયોગ કરતી મહિલા પાણી ની સમસ્યા દુર કરી શકે તેમ છે. મહિલાઓને ઘર આંગણે પાણી મળતું થાય તો તેમના ઉપરનો સૌથી મોટો ભાર ઓછો થઈ જાય જેની સીધી અસર તેમના રોજિંદા જીવન પર થાય તેમ છે. આ ગંભીર અને પીડાદાયક પરિસ્થિતિમાં બદલાવ આવે એ મહત્ત્વનું છે તો જ આપણે સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકીશું.
મહિલાઓ પાણીની મુશકેલી વેઠતી હોય તો પછી ઉકેલ શોધવાનો અધિકાર પણ તેમનો જ છે. આ કારણથી પાણી વ્યવસ્થામાં મહિલાઓની ભાગીદારી અગત્યની બની જાય છે. મહિલાઓને જ્યારે જ્યારે તક મળી ત્યારે તેઓએ તે તક ઝડપી લીધી છે. પીવાના પાણીની સમસ્યાના ઉકેલમાં તેઓએ પોતાનો અવાજ રજૂ કરી કાર્યક્રમની અસરકારકતા વધારી છે એટલું જ નહીં. શ્રમદાન દ્વારા પણ બહેનો પાણીની સમસ્યાના ઉકેલમાં મદદરૂપ થાય છે. ખૂબ જ શ્રમ માંગી લેતા કામ જેવા કે કુવા ખોદવા, માટી અને પથ્થર બહાર કાઢવા, કૂવાના તળિયેથી કચરો બહાર કાઢવા આ બધી મહેનત દ્વારા એક જ હેતુ પીવાનું શુદ્ધ પાણી મેળવવું તે છે. બહેનોની ભાગીદારી આટલેથી અટકતી નથી પણ પાઈપ લાઈનનું ખોદાણ તથા પુરાણકામમાં પણ શ્રમદાન દ્વારા ભાગીદારી નોંધાવેલી છે. મહિલાઓને પાણી પુરવઠા યોજનાઓના આયોજન, ટેકનોલોજીની પસંદગી, પાણીના સ્થળો, અમલીકરણ, સંચાલન અને જાળવણીમાં સક્રીય રીતે ભાગીદાર બનાવવા જોઈએ.
મહિલાઆનેા બનલેા વપરાશકાર જૂથની રચનાને ઉત્તેજન આપીને મહિલાઓને પાણીનો સદુપયોગ કરી પાણી બચાવવા ઉત્તેજન આપવું જોઈએ. વપરાયેલા પાણીનો ઘર આંગણે શાકભાજી, બગીચામાં ઉપયોગ કરવો જોઈએ. મહિલાઓને પાણી ભરવા દૂર દૂર જવું પડે છે તેમ જ પીવાનું પાણી મેળવવામાં મહામુશ્કેલી પડે છે. તેના પરિણામે સ્ત્રીઓ કેટલીક અસરોનો ભોગ બને છે. જેવી કે,
૧. પાણીનો પ્રશ્ન યુવાન સ્ત્રીઓ સાથે વધુ સંકળાયેલો છે તેથી આવા વિસ્તારમાં માબાપ પોતાની પુત્રી પરણાવવા ઇચ્છતા નથી. અને યુવાનોને મોટી ઉંમર સુધી કુંવારા રહેવું પડે છે.
૨. પાણી ભરવામા વધુ સમય જતો હાવેાથી હમંશેા સમયની તંગી રહે છે.
૩. ઘરના અન્ય કાર્ય જેવા કે મહેમાનોની આગતા સ્વાગતા વૃદ્ધોની અને બીમારોની સંભાળમાં સમય આપી શકાતો નથી.
૪. પાણીની કિંમત શારીરિક શ્રમના રૂપમાં ચૂકવવી પડે છે.
૫. પાણીની અછતના પરિણામે કેટલીક વખત સ્થળાંતરના પ્રશ્ન પણ જોવા મળે છે.
૬. સ્ત્રીઓએ પાણી લાવવાની નવી ભૂમિકા ભજવવી પડે છે જે તે પરિણામે ભૂમિકા સંઘર્ષની સ્થિતિ ઊભી થાય છે.
૭. પાણીની સમસ્યાના કારણે ઝઘડા થતા જોવા મળે છે.
૮. પાણી લાવવામાં જ વધુ સમય જતો હોવાથી મહિલા પોતાના બાળકોના અભ્યાસ બાબતે ધ્યાન આપી શકતી નથી.
૯. છોકરીઓ ના શિક્ષણ ઉપર અસર થાય છે.
૧૦. સ્ત્રીઓ પરીવારના સભ્યો જરૂરિયાત પૂરી કરવા માટે ઓછા પાણીનો ઉપયોગ કરે છે અને પાણી ની કમીને કારણે રોગનો ભોગ બને છે.
૧૧. પાણી લાવવામાં વધુ શારીરિક શ્રમ કરવો પડતો હોવાથી સ્ત્રીઓ શારીરિક તકલીફનો પણ ભોગ બને છે. જેવી કે માથાનો દુઃખાવો, પગનો અને કમરનો દુઃખાવો, છાતીનો દુઃખાવો જેવી તકલીફનો ભોગ બને છે.
૧૨. ગર્ભવતી સ્ત્રીઓના આરોગ્ય ઉપર અસર થાય છે.
૧૩. સ્ત્રી સભ્ય પાણી લાવવામાં મદદરૂપ બને છે. તેથી બાળલગ્નને ઉત્તેજન મળે છે.
પાણી આજે જીવન જરૂરિયાત અને સ્વાસ્થ્યની બાબત રહેવા ઉપરાતં સમાજકારણ, અર્થકારણ અને રાજકારણને ઘનિષ્ઠ રીતે સ્પર્શતી બાબત બની છે. ત્યારે પાણીનું વ્યવસ્થાપન અને વપરાશની એક સર્વગ્રાહી નીતિ ઘડવી જોઈએ. અને વ્યવહારુ અમલ માટે રાજકીય તેમ જ લોકભાગીદારી ઊભી કરવી જોઈએ. દેશના દરેક નાગરિકને પીવાનું પૂરતું પાણી મળશે તે માટે માળખાગત સુવિધાઓ, લોકશિક્ષણ, લોક જાગૃતિ અને લોકભાગીદારી માટે જોગવાઈઓ કરવી જેવી કે,
૧. સરકારી યોજના દ્વારા પાણીના સ્ત્રોત ઊભા કરી પાણીનું સ્તર ઊંચુ લાવવાના પ્રયત્ન કરવા.
૨. લોક ભાગીદારી અને સ્વૈચ્છિક સંસ્થાના સહકારથી વરસાદી પાણીનો સંગ્રહ કરવો.
૩. પાણીની જરૂરિયાત દરકેને સમાન છે તેવી લોકોમાં જાગરૂકતા લાવવી..
૪. પાણીની અછત વિષે લોકોમાં જાગૃતતા અને સંવેદનશીલતા વિકસાવવી.
૫. પાણીનો ઉપયોગ કરકસરથી કરવો. પાણી ફરી વપરાશમાં લેવા પ્રયત્ન કરવા.
૬. પાણીના તળ અને પાઈપ લાઈનની મરામત કરાવવી.
૭. સરકારી યોજનાઓમાં સહકાર આપવો.
૮. સહભાગી જળસંય યોજનામાં ભાગીદાર બનો.
ડા. કીર્તિબહેન જાની
( લેખક ડૉ. વી.આર. ગોઢાણીય મહિલા કૉલેજ, પોરબંદરમાં સમાજશાસ્ત્રના વ્યાખ્યાતા છે.)
સંકલનઃ કંચન કુંભારાણા