[img_assist|nid=47599|title=3|desc=|link=none|align=left|width=403|height=302]ત્યાર બાદ દરેક મહાનુભાવોએ પ્રદર્શનને નિહાળ્યું હતું. આ પ્રદર્શનમાં વરસાદી પાણીનો સંગ્રહ કેવી રીતે કરી શકાય, હમીરસર તળાવના આવક-જાવક ક્ષેત્ર, જયુબેલી કોલોનીથી લઇને વી.ડી. હાઇસ્કૂલ સુધીના વિસ્તારમાં વરસાદી પાણીના વ્યવસ્થાપનનું આયોજન અંગેના પોસ્ટરો મૂકવામાં આવેલા હતા. આ સાથે જયુબેલી કોલોનીમાં કેવી રીતે કામગીરી કરવામાં આવેલી છે તે અંગેની માહિતી ફોટોગ્રાફ દ્વારા રજુ કરવામાં આવી હતી. આ બાબતે માહિતી આપતાં કોલોનીના રહેવાશી શ્રી કમલેશભાઇએ જણાવ્યું હતું કે, અમારી કોલોનીમાં વરસાદની ઋતુ દરમિયાન વરસાદી પાણી ભરાઇ જવાની સમસ્યા હતી. આ બાબતેે તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે એકટ અને જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિ પાણીના વ્યવસ્થાપન અંગે કાર્ય કરે છે. અમે અમારી સમસ્યા તેમને વર્ણવી ત્યારે તેમણે જણાવ્યું કે આ વરસાદી પાણીને જમીનમાં રિચાર્જ કરી શકાય જેથી પાણી ભરાઇ જવાની સમસ્યા તો હલ થશે જ સાથે-સાથે ભૂગર્ભમાં જળ ઉતરવાથી જળસપાટી ઊંચે આવશે અને કોલોની પાણી બાબતે સ્વાવલંબી બનશે.
કામગીરીના અમલીકરણ કરતાં પહેલા કામગીરીની સમજણ માટે હુતાસણીની રાત્રે સંસ્થાના કાર્યકરો અને કોલોનીના રહેવાશીઓ એકત્ર થયા હતા. એ દિવસે કેવી રીતે બેંગલોરમાં એક સોસાયટીમાં વરસાદી પાણીને જમીનમાં ઉતારવામાં આવે છે એ અંગેની એક ફિલ્મ અમને બતાવવામાં આવી હતી. એ પછી સમયાંતરે બે-ત્રણ મિટિંગ કરવામાં આવી અને કેવી રીતે કામગીરી કરવામાં આવશે તે અંગેનું આયોજન તૈયાર કરવામાં આવ્યું. અહીં ઓછી ઊંડાઇના ચાર કૂવા બનાવવામાં આવેલા છે અને એક રિચાર્જ બોરવેલ બનાવવામાં આવેલો છે. રિચાર્જ બોરવેલ ૧૦૦ ફૂટનો બનાવવામાં આવેલો છે તેમાં ૨૦ ફૂટે સાગપાણ(સેન્ડ સ્ટોન) આવે છે. સેન્ડ સ્ટોનના આ સ્તર સુધી વરસાદી પાણીને લઇ જવાનું છે. આ તમામ પ્રક્રિયામાં લોકો અને વહીવટી તંત્રેનો અમને સંપૂર્ણ સહકાર મળ્યો છે.
[img_assist|nid=47601|title=4|desc=|link=none|align=left|width=403|height=302]એકટ સંસ્થાના શ્રી બ્રિજેનભાઇ ઠાકરે જયુબેલી કોલોનીથી વી.ડી. હાઇસ્કુલ સુધીના વિસ્તારનું આયોજન સમજાવ્યું હતું જે આ પ્રમાણે છે. જયુબેલી ગ્રાઉન્ડમાં જે પાણી ભરાઇ જાય છે તેનું વ્યવસ્થાપન ગ્રાઉન્ડના ચોતરફ રિચાર્જ કૂવા બનાવી કરી શકાય છે. આવા ૧૬ કૂવા અને બે રિચાર્જ બોરવેલ બનાવી શકાય તેમ છે અને ૧૦૦ મીટરની એક કેનાલ બનાવીને વધારાના પાણીને હમીરસર તળાવના આવક ક્ષેત્ર સાથે જોડી શકાય તેમ છે. બીજું આયોજન આ જયુબેલી કોલોનીનું છે. ત્રીજું આયોજન ડી.વાય. એસ. પી. બંગલો છે જયા એક જગ્યા છે ત્યાં પણ પાણી ભરાઇ જાય છે. આ જગ્યામાં પણ જયુબેલી કોલોની જેવું જ આયોજન કરી શકાય તેમ છે. આ બાબતે એસ. પી સાહેબશ્રી સાથે વાતચીત કરવામાં આવેલી છે અને હાલ મૌખીક મંજૂરી પણ મળેલી છે. આ ઉપરાંત આજ રોજ ડી.વાય.એસ.પી. કાર્યાલય સંકુલમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ૬૫,૦૦૦ લિટરના ભૂગર્ભ ટાંકાનું ખાત મુહર્ત કરવામાં આવશે. ચોથું આયોજન જીવણરાઇ તલાવડીનું છે. અહીં જેટલો તળાવનો ભાગ બચેલો છે તેનું સંરક્ષણ કરીને ત્યાં પણ એક રિચાર્જ કૂવો અને એક રિચાર્જ બોરવેલ બની શકે તેમ છે. ત્યાર પછી વી.ડી હાઇસ્કૂલ પાસેના વિસ્તારમાં પાણી આગળ વધી શકતું નથી એ વિસ્તારમાં વરસાદી પાણીના સંગ્રહ અંગેની કામગીરી થઇ શકે તેમ છે અને સાથે-સાથે એક રિચાર્જ કૂવો તથા રિચાર્જ કમ પ્રોડકશન બોરવેલ બની શકે તેમ છે. આ ઉપરાંત વધારાના પાણીને એક ડાઇવર્ઝન કેનાલ દ્વારા હમીરસરની કેનાલ સાથે જોડી શકાય તેમ છે.
આ પ્રસંગે શ્રી કિરીટભાઇ સોમપુરાએ કામગીરીને બિરદાવતા કહ્યું હતું કે, એકટ અને જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિ દ્વારા ભુજ શહેરના વિકાસના સંદર્ભમાં ઉમદા કાર્ય થઇ રહ્યું છે. આ રીતે વહી જતા વરસાદી પાણીને ભુગર્ભમાં ઉતારવાથી પૂર સંકટ જેવી હોનારતમાં રાહત રહેશે. બીજી અગત્યની વાત એ છે કે, કોલોનીના લોકો પાણી બાબતે સ્વાવલંબી બનશે. પાણીના વપરાશ અંગે તેમણે જણાવ્યું હતું કે, આ સાથે અહીં હેન્ડપંપ બેસાડવામાં આવશે તો પાણીની બચત થશે.
જયુબેલી કોલોનીમાં જલપેડી કાર્યક્રમના ઉદ્ઘાટનની પ્રક્રિયા બાદ સર્વે મહાનુભાવો આ જ વિસ્તારમાં આવેલા જીવણરાઇ તળાવ પાસે ગયા હતા. શહેરની અંદર આવેલા આ તળાવનો થોડો ભાગ દબાણથી બચી ગયેલો છે. આ બચી ગયેલા ભાગમાં પણ ભૂગર્ભજળ રિચાર્જ પીટ અને રિચાર્જ બોરવેલની કામગીરીનું આયોજન નગરપાલિકાના સહયોગથી કરવામાં આવેલું છે. આ કામગીરીના ખાત મુહર્તની વિધિ ભાડાના ચેરમેન શ્રી કિરીટભાઇ સોમપુરાના હસ્તક કરવામાં આવી હતી. શ્રી કાંતિસેન શ્રોફે(કાકા) આ પ્રસંગે આશિર્વચનો આપ્યા હતા. ત્યારબાદ નગરપાલિકા તરફથી આવેલા જેસીબીની મદદથી જીવણરાઇ તળાવની ખોદકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિ એકટ સંસ્થા અને નગરપાલિકાના સહયોગથી ભુજ શહેરમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં વરસાદી પાણીના સંગ્રહ અંગેની કામગીરી છેલ્લા બે વર્ષથી કરી રહી છે. આ કામગીરી ભુજ શહેરની બધી જ શાળાઓમાં થાય એવું નક્કી કરવામાં આવેલું છે. [img_assist|nid=47602|title=5|desc=|link=none|align=left|width=424|height=299]આ કામગીરીના વિસ્તરણમાં અનુસંધાનમાં વાત કરીએ તો, આ વર્ષે પોલિસ વિભાગ દ્વારા એક પહેલ કરવામાં આવી છે. ડી.વાય.એસ.પી. સંકુલમાં આશરે ૫૦,૦૦૦ અને ૧૨,૫૦૦ લિટરની સંગ્રહક્ષમતા ધરાવતાં ભૂગર્ભ ટાંકાઓનું ખાત મુહર્ત આજ રોજ જલ પેડી કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવેલું હતું. આ પ્રસંગે ડી.એસ.પી. સાહેબશ્રીએ જણાવ્યું હતું કે, આ ભૂગર્ભ ટાંકાની કામગીરી બાદ પોલિસ કવાટર્સમાં પણ આવી કામગીરી થાય અને સ્વાવલંબન કેળવાય. આવી કામગીરી માટે ભુજ શહેરનો પોલિસ વિભાગ કટિબદ્ઘ છે અને સંસ્થા પ્રેરિત આવી ઝુંબેશમાં જોડાવા તથા સહયોગ આપવાની ખાત્રી આપે છે. કચ્છ મહિલા વિકાસ સંગઠનના શ્રી અલ્કાબહેન જાની આ પ્રસંગે ઉપસ્થિત હતા. તેમણે કામગીરીને બિરદાવતા કહ્યું કે, બહેનોના જે કવાટર્સ છે ત્યાં એસ.એચ.જી. ગ્રુપ બનાવીને આ પ્રકારની કામગીરીનું આયોજન બનાવવા સહયોગ આપવાનો ઉત્સાહ દર્શાવ્યો હતો.
બાળકોમાં પાણી બાબતે સંવેદનશીલતા કેળવાય એ હેતુથી જલ પેડી કાર્યક્રમ અંતર્ગત ભૂગર્ભજળ તેમજ વરસાદી પાણીનું મહત્વ સમજાવતી વિવિધ ફિલ્મો દર્શાવાનું આયોજન પણ જયુબેલી કોલોની અને જાયન્ટસ હોલમાં કરવામાં આવેલું હતું. આ ઉપરાંત એક વિક્રન્દ્રિત પીવાના પાણીનું આયોજન કેવી રીતે સફળતાપૂર્વક થઇ શકે તે અંગેની સમજ મેળવવા માટે પ્રદર્શનની મુલાકાતે આવેલા દરેક દર્શનાર્થીઓને દેશલસર તળાવ પાસે આવેલા શિવરા મંડપ વિસ્તારમાં લઇ જવામાં આવેલા હતા, જયાં આ પીવાના પાણીની સ્વતંત્ર યોજના અંગેની માહિતી લોકોએ મેળવી હતી.
જલપેડીના આ કાર્યક્રમમાં સખીસંગીની, કચ્છ મહિલા વિકાસ સંગઠન, એકતા મહિલા મંડળ, સંઘમિત્રા, સમર્થ ટ્રસ્ટ, કચ્છ નવનિર્માણ અભિયાન, અર્બન સેતુ, સહજીવન, હુન્નરશાળા, પરબ, જેવી સંસ્થાઓના કાર્યકર્તાઓની સાથે કચ્છ યુનિવર્સિટિના વિદ્યાર્થીઓ, ભુજ શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ ઉમાનગર પાણી સમિતિ, શિવરા મંડપ પાણી સમિતિના સભ્યોની સાથે ભુજ શહેરના નાગરિકોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત આઇ. એલ. એફ. એસ જેવા ઓદ્યોગિક એકમના અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની ફલશ્રુતિના સંદર્ભમાં વાત કરીએ તો, ગોલ્ડન પેલેસ એપાર્ટમેન્ટ તરફથી આવેલા રહેવાસીઓએ તેમના બિલ્ડીંગની પાછળ આવેલા કૂવા પાસે આ પ્રકારની કામગીરી થાય તેવી ઇચ્છા વ્યકત કરી હતી. આ ઉપરાંત ઓરીએન્ટ કોલોનીના રહેવાસીઓએ પણ આ પ્રકારની કામગીરી તેમની સોસાયટીમાં કેવી રીતે થઇ શકે તેની શકયતાઓ ચકાસવા અંગેની વાત કરી હતી. કચ્છ મહિલા વિકાસ સંગઠનના શ્રી અલ્કાબહેન જાનીએ આ કામગીરી બહેનોના જે કવાટર્સ છે ત્યાં એસ.એચ.જી. ગ્રુપ બનાવીને આયોજન કરવાની ઇચ્છા વ્યકત કરી હતી. ભાડાના ચેરમેન શ્રી કિરીટભાઇ સોમપુરાએ આ કામગીરીના વિસ્તરણના સંદર્ભમાં વાત કરતાં એવી ઇચ્છા વ્યકત કરી હતી કે, ભુજ શહેરના હોસ્પીટલ રોડ ઉપર આવેલી જલારામ સોસાયટીમાં પણ આ પ્રકારની કામગીરી કરવામાં આવે. આ સંદર્ભે લોકોની સહભાગીદારી બાબતે જે કંઇ પણ કામગીરી કરવાની રહેશે તેમાં તેઓ પૂર્ણ સહયોગ આપશે. આ ઉપરાંત ભુજ શહેર વિસ્તારના પોલિસ વિભાગ દ્વારા પણ વરસાદી પાણીના સંગ્રહની કામગીરી ડી. વાય. એસ. પી. બંગલોના સંકૂલમાં સત્વરે થાય તેવી અપીલ કરી હતી.
વિનીત કુંભારાણા